For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ ડ્રગ્સ કેસનુ ઈન્ટરનેશનલ કનેક્શન! NIAને સોંપવામાં આવી શકે છે કેસની તપાસઃ સૂત્ર

સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે હવે ડ્રગ્સ કેસની કમાન એનઆઈએને સોંપવામાં આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાન જેવા સુપરસ્ટારના દીકરા આર્યન ખાનનુ નામ સામે આવ્યા બાદ આ કેસ હાઈપ્રોફાઈલ કેસનુ રુપ લઈ ચૂક્યો છે. આર્યન ખાનને મળેલી જામીન વચ્ચે શુક્રવારે નેશનલ ઈન્વેસ્ટીગેટીવ એજન્સી(એનઆઈએ)ની ટીમ મુંબઈ સ્થિત એનસીબીના કાર્યાલય પહોંચી. વળી, ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર લાગેલા લાંચના આરોપો વચ્ચે એનઆઈએની એન્ટ્રીને લઈને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે હવે ડ્રગ્સ કેસની કમાન એનઆઈએને સોંપવામાં આવી શકે છે.

NIA

ન્યૂઝ18ના સમાચારો મુજબ મુંબઈ ડ્રગ્સની લિંક ઈન્ટરનેશનલ રેકેટ સાથે જોડાયેલી હોઈ શકે છે. સૂત્રોનુ કહેવુ છે કે હાઈપ્રોફાઈલ કેસમાં મોટુ ષડયંત્ર અને દેશ પર સંભવિત જોખમના કારણે કેસની તપાસ એનઆઈએને સોંપવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે એનસીબી પહેલા જ પોતાની તપાસને લઈને અનિયમિતતાઓના ઘણા આરોપ સહી રહી છે. રિપોર્ટ મુજબ શુક્રવારે એનસીબી પહોંચેલી એનઆઈએની ટીમે લગભગ બે કલાક ઑફિસમાં વીતાવ્યા.

ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલ વાનખેડે ખુદ આરોપોનો સામનો કરી રહ્યા છે. વળી, એનસીબીના પ્રમુખ સાક્ષી પ્રભાકર સેલે પણ કેસને રફા-દફા કરવા માટે વાનખેડે પર 25 કરોડ રૂપિયા માંગવાનો આરોપ લગાવ્યો હતો. જો કે આરોપ લાગ્યા બાદ પ્રભાકર ખુદ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આ દરમિયાન સૂત્રોનુ કહેવુ છે કે જલ્દી ડ્રગ્સ કેસની તપાસ એનઆઈએને ટ્રાન્સફર કરવા માટે નોટિફિકેશન જાહેર થઈ શકે છે. એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે એનઆઈએને કેસ ટ્રાન્સફર કરવાથી એનસીબીને નુકશાન થઈ શકે છે. સૂત્રોનુ કહેવુ છે કે એનસીબીને લાગી શકે છે કે એનઆઈએના હસ્તક્ષેપથી તેનુ અધિકારક્ષેત્ર ઘટી શકે છે સાથે જ તેની સાખને પણ જોખમ છે.

English summary
International connection of Mumbai drugs case! Case investigation may be handed over to NIA: Sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X