Manipur: હિસાગ્રસ્ત મણીપુરમાં ફરી વધારવામાં આવી ઇન્ટરનેટ પ્રતિબંધ, હવે 10 જુલાઇ સુધી નેટબંધી
મણીપુરમાં ચાલી રહેલી જાતિય હિંસા વચ્ચે સરકાર બુધવારે ઇન્ટરનેટ પર લગાવેલ બેન વધારી દિધો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હજી હિંસાથી પ્રભાવિત છે. જેને જોતા મણીપુરમાં ઇન્ટરનેટની સેવા આવનાર પાંચ દિવસ બંધ રહેશે.

મણીપુર સરકાર બુધવારે આદેશ કરતા રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓને પ્રતિબંધને 10 જુલાઇ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં 3 મે ની હિંસાની ઘટનાઓ બાદથી નેટબંધી કરવામાં આવી છે.
મણીપુર ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે, જાનમાલના નનુક્સાન, સાર્વજનીક ખાનગી સંપતિને નુક્સાન અને સાર્વજનીક શાંતિમાં વ્યાપક ખતરાને રોકવા માટે આ પગલુ લેવામાં આવયુ છે.
એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે, રાજ્યમાં મોબાઇલ ડેટા, બ્રોડબેન્ડ સહિત ઇન્ટરનેટ ડાટા સેવાઓ પર વધારે પ્રતિબંધ લગાવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ બુધવારથઈ લાગુ થયા બાદ આગામી પાચ દિવસ સુધી લાગુ રહેશે. પ્રતિબંધ 10 જુલાઇ સુધી 3 વાગ્યા સુધી પ્રભાવી રહેશે.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, અમુક અસામાજિક તત્વ જનતાની ભાવનાઓને ભડકાવા માટે ફોટો, નફરત બરેલા ભાષણો અને નફરત ભરેલા વિડિયો સદેશના પ્રસારણ માટે મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે. જેના લીધે મણીપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અશર થઇ શકે છે.
Manipur government further extends the ban on internet services in the State till 1500 hours of 10th July 2023. pic.twitter.com/8nOKAmYVAF
— ANI (@ANI) July 5, 2023












Click it and Unblock the Notifications
