
INX- મીડિયા કેસમાં ઈડીએ જપ્ત કરી કાર્તિ ચિદમ્બરની 54 કરોડની સંપત્તિ
આઈએનએક્સ મીડિયા મામલે પૂર્વ નાણાંકીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ કાર્તિ ચિદમ્બરમની 54 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીએ ભારત ઉપરાંત લંડન અને સ્પેનમાં પણ કાર્તિની સંપત્તી જપ્ત કરી છે. ઈડીએ લંડનમાં ઘર, કોટેજ અને જમીન સહિત 8.57 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
આ પણ વાંચોઃ જયપુરમાં ઝીકા વાયરસથી દહેશત, કેવી રીતે ફેલાયો જીવલેણ ઝીકા વાયરસ
આઈએનએક્સ મીડિયા મામલે ગોવા સ્થિત ટેનિસ ક્લબ અને જમીન (14 કરોડ) ને પણ જપ્ત કરી લીધી છે. આ ઉપરાંત દિલ્હીની જોરબાગ સ્થિત ઘર જેની કિંમત 16 કરોડ આંકવામાં આવી રહી છે તેને ઈડીએ જપ્ત કરી છે. આ સંપત્તિ કાર્તિના નામે રજિસ્ટર્ડ છે.

ઉટી સ્થિત 50 લાખનો બંગલો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોલાડિયા (ઉટી) માં જ 3.75 કરોડની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. ઈડી દ્વારા જપ્ત કરાયેલ સંપત્તિમાં ASCPL ના નામ પર રજિસ્ટર્ડ 25 લાખ રૂપિયાની કૃષિ યોગ્ય ભૂમિ પણ શામેલ છે.
તમને જણાવી દઈએ કે સીબીઆઈ અને ઈડી આ વાતની તપાસ કરી રહ્યા છે કે કેવી રીતે ચિદમ્બરના પુત્ર કાર્તિ ચિદમ્બરમે વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ (એફઆઈપીબી) થી મંજૂરી અપવવાની વ્યવસ્થા કરી હતી.
આ પણ વાંચોઃ 'ખોટા આંકડાઓથી દેશને ભરમાવી રહી છે મોદી સરકાર': યશવંત સિન્હા