For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાની રક્ષા માટે કેટલી હદે જઈ શકો છો તમે, જાણો શું કહે છે આઈપીસીની જોગવાઈ

આઈપીસીની કલમ 96થી લઈને 106 સુધી રાઈટ ટુ ડિફેન્સના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણો તેના વિશે અહીં.

|
Google Oneindia Gujarati News

દેશના વિવિધ વિસ્તારોમા જે રીત મહિલાઓ સામે ગુનાના કેસો સામે આવ્યા છે તે બાદ તેમની સુરક્ષા માટે વિવિધ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. વાસ્તવમાં, મહિલાઓ જ નહિ, દરેકને પોતાની રક્ષા કરવાનો અધિકારી મળેલો છે. ભારતનો કાયદો પણ દરેક વ્યક્તિને આત્મરક્ષાનો અધિકાર આપે છે. આઈપીસીની કલમ 96થી લઈને 106 સુધી રાઈટ ટુ ડિફેન્સના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આઈપીસીની કલમ 96થી લઈને 106 સુધી સેલ્ફ ડિફેન્સનો ઉલ્લેખ

આઈપીસીની કલમ 96થી લઈને 106 સુધી સેલ્ફ ડિફેન્સનો ઉલ્લેખ

ઈન્ડિયન પીનલ કોડની સેક્શન 96માં સેલ્ફ ડિફેન્સની વાત કહેવામાં આવી છે. જ્યારે સેક્શન 97માં બતાવવામાં આવ્યુ છે કે દરેકને શરીર અને સંપત્તિની રક્ષા કરવાનો અધિકાર છે અને સેલ્ફ ડિફેન્સમાં તે અટેક કરી શકે છે. વળી, સેક્શન 99 મુજબ એક્ટ રીઝનેબલ હોવુ જોઈએ એટલે કે ગુનેગારને એટલુ જ નુકશાન પહોંચાડવામાં આવે જેટલુ જરૂરી હોય.

શું કહે છે આઈપીસીની સેક્શન 100

શું કહે છે આઈપીસીની સેક્શન 100

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય વિનય કુમાર ગર્ગ કહે છે કે દરેક વ્યક્તિને પોતાની સુરક્ષા, પત્ની-બાળકોની સુરક્ષા, સંપત્તિની સુરક્ષાનો અધિકાર છે. જ્યારે અમુક અન્ય પરિસ્થિતિઓમાં જો આત્મરક્ષામાં કોઈનો જીવ જતો રહે તો તેને આ હેઠળ મુક્તિ પણ આપવામાં આવી શકે છે. આઈપીસીની સેક્શન 100માં એવી સ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હેઠળ આત્મરક્ષાના અધિકારનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આમાં એ સ્થિતિની પણ ચર્ચા કરવામાં આવી છે જેમાં જો આત્મરક્ષામાં હુમલાખોર સામે કાર્યવાહી કરવામાં ન આવે તો જીવ પણ જઈ શકે છે. આમાં જો હુમલાકોર મરી જાય તો પણ બચાવ કરવામાં આવી શકે છે. જો કે આના માટે પૂરતા કારણો હોવા જરૂરી છે અને જોગવાઈ હેઠળ તેને સાબિત કરવાનુ હોય છે.

આ પણ વાંચોઃ નાગરિકતા સુધારા બિલઃ કોંગ્રેસનો હુમલો - હિંદુ રાષ્ટ્ર બનાવવામાં લાગ્યુ છે ભાજપઆ પણ વાંચોઃ નાગરિકતા સુધારા બિલઃ કોંગ્રેસનો હુમલો - હિંદુ રાષ્ટ્ર બનાવવામાં લાગ્યુ છે ભાજપ

જીવને જોખમ હોવાની સ્થિતિમાં સેલ્ફ ડિફેન્સનો અધિકાર

જીવને જોખમ હોવાની સ્થિતિમાં સેલ્ફ ડિફેન્સનો અધિકાર

આઈપીસીની કલમ 103 હેઠળ રાતે ઘરમાં ઘૂસી જવુ, લૂંટફાટ, આગ જેવી સ્થિતિમાં તમને જીવનુ જોખમ હોય છે માટે તેમાં તમને સેલ્ફ ડિફેન્સનો અધિકાર છે. એસિટ એટેક દરમિયાન તમારી જવાબી કાર્યવાહીને પણ સેલ્ફ ડિફેન્સ હેઠળ માનવામાં આવશે. વળી, દૂરાચાર, અપહરણ કે જીવને જોખમ હોવાની સ્થિતિમાં કરવામાં આવેલ એટેકમાં દૂરાચારીનુ મોત થઈ જાય તો પણ બચાવ કરવામાં આવી શકે છે.

English summary
IPC Section 96 to 106 to the right of private defence of person and property
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X