For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટ પોલિસિંગ ઈંડેક્સમાં આંધ્ર પ્રદેશ ટૉપ પર, જાણો ગુજરાત કયા સ્થાને છે

પોતાની કાર્યશૈલી માટે બદનામ રહેતી બિહાર અને ઉત્તર પ્રદેશ પોલિસે ઈન્ડિયન પોલિસિંગ ફાઉન્ડેશનના એક રાષ્ટ્રવ્યાપી સર્વેમાં સૌથી છેલ્લુ સ્થાન મેળવ્યુ છે. જાણો યાદી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઘણીવાર પોતાની કાર્યશૈલી માટે બદનામ રહેતી બિહાર અને ઉત્તર પ્રદેશ પોલિસે ઈન્ડિયન પોલિસિંગ ફાઉન્ડેશનના એક રાષ્ટ્રવ્યાપી સર્વેમાં સૌથી છેલ્લુ સ્થાન મેળવ્યુ છે. આ સર્વે આ ઉદ્દેશ માટે કરવામાં આવ્યો હતો કે દેશની જનતા પોલિસ વ્યવસ્થાથી કેટલી સંતુષ્ટ છે. આ આધારે કરાયેલા સર્વેમાં બિહાર સૌથી છેલ્લે છે. બિહારથી ઉપર ઉત્તર પ્રદેશનુ સ્થાન છે. આ યાદીમાં દક્ષિણ ભારતના રાજ્યોની પોલિસ ટૉપ પર છે અને ગુજરાત સાતમાં સ્થાને છે.

આંધ્ર પ્રદેશ પોલિસને મળ્યુ પહેલુ સ્થાન

આંધ્ર પ્રદેશ પોલિસને મળ્યુ પહેલુ સ્થાન

IPF સ્માર્ટ પોલિસિંગ ઈંડેક્સ 2021માં આંધ્ર પ્રદેશ પોલિસને સૌથી પહેલુ સ્થાન મળ્યુ છે. આંધ્ર પ્રદેશ પોલિસે આ ઈંડેક્સમાં 8.11 સ્કોર કર્યો છે. વળી, છેલ્લા સ્થાને બિહારે 5.74 સ્કોર કર્યો છે જ્યારે યુપીએ 5.81 સ્કોર કર્યો છે. સ્માર્ટ પોલિસિંગના મામલે આંધ્ર પ્રદેશ બાદ તેલંગાના(8.10), આસામ(7.89), કેરળ(7.35) અને સિક્કિમ(7.18)નો નંબર આવે છે.

12માં સ્થાને છે દિલ્લી, 7માં સ્થાને ગુજરાતની પોલિસ

12માં સ્થાને છે દિલ્લી, 7માં સ્થાને ગુજરાતની પોલિસ

દેશની રાજધાની દિલ્લીની પોલિસ આ યાદીમાં 12માં નંબરે છે. દિલ્લી પોલિસનો આ ઈંડેક્સમાં સ્કોર 6.85 છે. દિલ્લી પહેલા ગોવા(6.86), પુડુચેરી(6.91), હિમાચલ પ્રદેશ(6.91), ઓરિસ્સા(6.94), ગુજરાત(7.04) અને મિઝોરમ(7.14)ના સ્થાન છે. ગુજરાત 7માં સ્થાને છે. નીચેથી ઉપરની તરફ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પંજાબનુ સ્થાન છે.

દેશમાં 69 ટકા લોકો જ પોલિસ વ્યવસ્થાથી છે સંતુષ્ટ

દેશમાં 69 ટકા લોકો જ પોલિસ વ્યવસ્થાથી છે સંતુષ્ટ

તમને જણાવી દઈએ કે આ સર્વે ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી પ્રકાશ સિંહની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો છે. પ્રકાશ સિંહ ભારતીય પોલિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે. તેમણે જણાવ્યુ છે કે દેશમાં 69 ટકા લોકો જ પોલિસ વ્યવસ્થાથી સંતુષ્ટ છે, અમને આશા છે કે આ સર્વે દ્વારા જ્યાં ઉણપ દેખાઈ છે એ રાજ્ય આના માટે સારા પ્રયાસો કરશે. તમને જણાવી દઈએ કે આ સર્વેને રિટાયર્ડ આઈપીએસ અધિકારી એન રામચંદ્રનના સંચાલનમાં કરવામાં આવ્યો છે જે છેલ્લા પાંચ મહિનામાં ઑનલાઈન અને ઑફલાઈન બંને પ્રયાસોના માધ્યમથી દેશભરમાં 1.61 લાખથી વધુ લોકો સુધી પહોંચ્યા છે.

સર્વે દરમિયાન લોકોને પોલિસમાં સાર્વજનિક ટ્રસ્ટ, ઈમાનદારી અને ભ્રષ્ટાચાર મુક્ત સેવા, ટેકનોલૉજીને પ્રોત્સાહન આપવા, પોલિસના જવાબદારી અને પોલિસની સંવેદનશીલતા જેવા મુદ્દાઓ પર સવાલ કર્યા. ઉત્તર પ્રદેશ અને બિહારે આ બધા સવાલોમાં સૌથી ઓછો સ્કોર કર્યો છે.

English summary
IPF Smart Policing Index 2021, Andhra Pradesh first, Gujarat 7th, Bihar and UP police last.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X