IPL 2020: RCB અને હૈદરાબાદમાં ટક્કર થશે, બંને ટીમનો હેડ ટૂ હેડ

IPL 2020: RCB અને હૈદરાબાદમાં ટક્કર થશે, બંને ટીમનો હેડ ટૂ હેડ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની ત્રીજી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પણ ખાસ રહેશસે, કેમ કે દર્શકોને દુનિયાના નામી ક્રિકેટર વિરાટ કોહલીની ગેમ જોવાનો મોકો મળશે તો બીજી તરફ ડેવિડ વોર્નરની કપ્તાનીમા હૈદરાબાદ આ સીઝનમાં નવા ઈરાદાથી ઉતરશે.

rcb vs srh

વોર્નર વર્ષ 2018માં બેન ભોગવ્યા બાદ પહેલીવાર કપ્તાની કરતા જોવા મળશે. તેમની કપ્તાનીની સાથોસાથ તેમની બેટિંગ ફોર્મ જોવા પર પણ સૌની નજર ટકી રહેશે. વોર્નર પાછલી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યા હતા, જેમણે 12 મેચમાં 1 સદી અને 8 ફીફ્ટી સાથે 692 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ 14 મેચમાં 464 રન બનાવ્યા હતા. આરસીબીએ કેન રિચર્ડસન બહાર થવા પર એદમ જામ્પાને પોતાની સાથે જોડ્યો છે જે યૂએઈની પિચ પર ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.

જ્યારે બંને ટીમના હેડ ટૂ હેડની વાત કરીએ તો હૈદરાબાદનું પલડું ભારે રહ્યું છે. બંને ટીમોની ભિડત અત્યાર સુધી 15 વાર થઈ છે જેમાં 6માં આરેસીબીએ બાજી મારી છે જ્યારે 8 મેચમાં હૈદરાબાદ વિજયી રહ્યું છે. એક મેચનું પરિણામ નીકળી ના શક્યું.

પ્લેઈંગ ઈલેવન આવી હોય શકે

RCB Probable Playing Xi: એરોન ફિંચ, દેવદત્ત પડિક્કલ/ પાર્થિવ પટેલ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, ગુરકીરત સિંહ, શિવમ દૂબે, વૉશિંગ્ટન સુંદર, ક્રિસ મૉરિસ, ડેલ સ્ટેન, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ.

SRH Probable Playing Xi: ડેવિડ વોર્નર, બૉની બેયરસ્ટો, મનીષ પાંડે, વિરાટ સિંહ, વિજય શંકર, અબ્દુલ સમદ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ/ સંદીપ શર્મા

ક્યારે, ક્યાં કેટલા વાગ્યે મેચ રમાશે?

  • ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
  • બ્રૉડકાસ્ટઃ Star Sports network
  • Live Straming: ડિઝની + હોટસ્ટાર વીઆઈપી
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X