13 વર્ષથી અનશન કરી રહેલી ઇરોમ શર્મિલાને મતદાનની પરવાનગી નહીં
ઇંફાલ, 18 એપ્રિલ: મણિપુરમાં સશસ્ત્ર બળ અધિનિયમ, 1958(એએફએસપીએ)ની વિરુધ્ધ 13 વર્ષોથી અનશન કરી રહેલી ઇરોમ શર્મિલા ચાનૂને કાયદા પ્રમાણે ગુરુવારે લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી મળી નહીં. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની ધારા 62(5) અંતર્ગત જેલમાં કેદ વ્યક્તિ મતદાન કરી શકે નહીં.
તેમણે જણાવ્યું કે શર્મિલાએ પહેલા મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરતા એક પ્રાર્થના પત્ર લખ્યો હતો. પરંતુ કાયદા અનુસાર અમે તેમની પ્રાર્થના સ્વીકારી શકીએ નહીં. શર્મિલાએ હાલમાં જ ઇંફાલમાં મતદાતાઓને જણાવ્યું હતું કે મેં ક્યારેય મતદાન ન્હોતું કર્યું કારણ કે લોકતંત્રથી મારો વિશ્વાસ ઉઠી ચૂક્યો હતો. પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી નવો દળ 'આમ આદમી પાર્ટી'ના ઉદયે મારા વિચાર બદલી દીધા છે.

શર્મિલા પર આત્મહત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ હેઠળ તેમને સતત એક વર્ષ સુધી કેદમાં રાખવામાં આવી શકે છે. શર્મિલાની બીમાર હાલતના કારણે આ સમયે તેમને ઇંફાલમાં જવાહર લાલ નેહરુ તબીબી વિજ્ઞાન સંસ્થાનમાં રાખવામાં આવ્યા છે, જેને તેમની ઉપ-જેલ જાહેર કરવામાં આવી છે. એએફએસપીએ અંતર્ગત સુરક્ષા દળોને કોઇને જોતા જ ગોળી મારી દેવા, વોરંટ વગર અને તપાસ વગર કોઇની ધરપકડ કરવા જેવા અમર્યાદીત અધિકારો મળી જાય છે. આ કાયદો સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કોઇપણ કાનૂની પ્રક્રિયાથી બચાવે છે.












Click it and Unblock the Notifications
