સલમાન અને ગંભીર થયા સગા-સંબંધી
જી હા, મિત્રો સોશ્યિલ મિડીયા પર જે તસ્વીરો વાઈરલ થઈ છે, તે જણાવે છે કે ક્રિકેટર ગૌતમ ગંભીરની બહેન રાધિકાએ સલમાનની બહેન અર્પિતા ખાનના જેઠ સાથે લગ્ન કરી લીધા છે. સલમાનની લાડકી બહેનના લગ્ન હિમાચલ પ્રદેશના રાજનૈતિક ઘરાનાના દીકરા આયુષ શર્મા સાથે થયા છે. અને હવે સમાચાર મળી રહ્યાં છે કે આયુષના મોટાભાઈ આશ્રય શર્મા સાથે ક્રિકેટર ગૌતમ ગંભીરના કાકાની દિકરીએ લગ્ન કર્યાં છે.
તો હવે સલમાન અને ગંભીર થયા સગા-સંબંધી
વેલ પહેલા એવી ખબર હતી કે આ લગ્ન થવાના છે, પરંતુ આશ્રય શર્માના Instagram અકાઉન્ટ પર જે તસ્વીરો દેખાઈ રહી છે. તે જોઈને લાગે છે કે બંનેના લગ્ન થઈ ગયા છે. કારણ કે જ્યારે આશ્રયે પોતાની અને ગૌતમની બહેનની તસ્વીરો સોશ્યિલ મિડીયા પર નાખી ત્યારે તેમણે ગૌતમની બહેનની ઓળખ પોતાની લાઈફ પાર્ટનર તરીકે આપી છે.

આશ્રય-રાધિકા
આશ્રય અને રાધિકાની તસવીર જોઈને લાગે છે કે બંને એ લગ્ન કરી લીધા છે.

આશ્રય-રાધિકા
કહેવામાં આવી રહ્યું છે કે આ લવ મેરેજ છે.

આયુષના લગ્ન અર્પિતા સાથે
આશ્રયના નાના ભાઈ આયુષના લગ્ન સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે થયા છે.

સુખરામ શર્મા કેબિનેટ મિનીસ્ટર
આયુષ અને આશ્રયના દાદા સુખરામ શર્મા કેબિનેટ મિનીસ્ટર રહી ચૂક્યાં છે.

ગંભીરનું ફેમિલી રોયલ
દિલ્હી નિવાસી ગૌતમ ગંભીર એક રોયલ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા દીપક ગંભીર નામી બીઝનેસ મેન છે. ગૌતમ ગંભીરની પત્ની નતાશા પણ એક બીઝનેસ ફિમિલીમાંથી છે. તો રાધિકા પણ ફેશન ડિઝાઈનર છે.












Click it and Unblock the Notifications
