Video: પ્રી-એન્ગેજમેન્ટ સેરેમનીમાં ભાભી શ્લોકા નણંદ ઈશા અંબાણીના પગે લાગી
28 જૂને આકાશના ઘરે એન્ટેલિયામાં પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી. અંબાણી પરિવારની વહુ બનનારી શ્લોકા પોતાની પ્રેમાળ અને એકમાત્ર નણંદના પગે લાગી.
ભારતીય ઉદ્યોપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને હીરા વેપારી રસેલ મહેતાની નાની પુત્રી શ્લોકાની સગાઈ 30 જૂને થવા જઈ રહી છે. 28 જૂને આકાશના ઘરે એન્ટેલિયામાં પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી, આ દરમિયાન કેટલાક રિવાજો એવા નિભાવવામાં આવ્યા જેમાં અંબાણી પરિવારની વહુ બનનારી શ્લોકા પોતાની પ્રેમાળ અને એકમાત્ર નણંદના પગે લાગી.
આકાશ અને શ્લોકાની સગાઈ...
પ્રથા અનુસાર નણંદ પોતાના ભાઈ-ભાભીનું ઘરમાં સ્વાગત કરે છે, જેના માટે તે બંનેની આરતી ઉતારે છે. ત્યારબાદ પરિવારની વહુ પોતાની નણંદના પગે લાગે છે અને આ જ પ્રથાનું પાલન ઈશા અને શ્લોકાએ કર્યુ.
|
શ્લોકા ઈશાના પગે લાગી....
શ્લોકા જેવી ઈશાના પગે લાગી, ઈશા તરત જ પોતાની ભાભીને ભેટી પડી. બંનેના પ્રેમ અને સમ્માનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઈશા અને શ્લોકા બાળપણના દોસ્ત છે
તમને જણાવી દઈએ કે ઈશા અને શ્લોકા બાળપણની મિત્ર છે. શ્લોકા અને આકાશ અંબાણી બાળપણમાં એકસાથે એક જ સ્કૂલમાં ભણ્યા છે. આ પહેલા પણ આકાશ અને શ્લોકાની મહેંદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મહેંદી સેરેમની બાદ મુકેશ અંબાણીએ પોતાના આલીશાન ઘરમાં પ્રી-એન્ગેજમેન્ટ પાર્ટી રાખી હતી. જેમાં ફિલ્મી સિતારાઓની સાથે ક્રિકેટર્સ અને બિઝનેસની દુનિયાની મોટી હસ્તીઓ શામેલ થઈ હતી.

ઈશા અને આકાશ જોડિયા ભાઈ-બહેન
તમને જણાવી દઈએ કે આકાશ અને શ્લોકાના લગ્ન આ વર્ષના અંતમાં થઈ શકે છે. વળી, ઈશા અંબાણી પણ આ વર્ષે ઉદ્યોગપતિ અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે પરિણય સૂત્રમાં બંધાશે. તેની સગાઈ પણ ગયા મહિને થઈ છે. ઈશા અને આકાશ જોડિયા ભાઈ-બહેન છે, અભ્યાસ-બિઝનેસ બંનેએ સાથે-સાથે કર્યો છે એટલા માટે તેમના માતાપિતાએ બંનેના લગ્ન પણ ક જ વર્ષે કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આનંદ અને ઈશા લાંબા સમયથી દોસ્ત છે અને બંનેના લગ્ન પરિવારની મરજીથી જ થઈ રહ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત







Click it and Unblock the Notifications
