For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત જહાં કેસ પર રાજકારણ રમવું શરમજનક છે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ishrat-jahan
નવી દિલ્હી, 3 જૂન: કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઇ) ગુજરાતના ચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર તથા અન્ય ત્રણ કેસ પર ચાર્જશીટ દાખલ કરી લીધી છે. ગુજરાતનો કેસ આજે એક નવ પડાવ પર છે. દેશભરમાં આ અંગે ચર્ચા થઇ રહી છે. સૂત્રોના હવાલેથી મીડિયાએ જાહેર કરી દિધું છે કે ઇશરત જહાં આતંકવાદી ન હતી. પરંતુ અફસોસની વાત એ છે કે અહીં પણ રાજકારણે પીછો છોડ્યો નથી.

2006માં આવું જ એક એન્કાઉન્ટર દિલ્હી પાસે તિમારપુરમાં થયું હતું, જેમાં બે મુસ્લિમ અને એક હિન્દુ મોતને ભેટ્યા હતા. દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા આ બનાવટી એન્કાઉન્ટર પર કોઇ નજર ન પડીએ. સાચું કહીએ તો રાજકીય ફલક પર શીલા દિક્ષિતની કોંગ્રેસ શાસિત સરકાર પર આ એન્કાઉન્ટરને લઇને કોઇ વાત કરવા માંગતું ન હતું.

હવે જો માનવાધિકાર આયોગના રિપોર્ટ પર એક નજર કરીએ તો સ્થિતી કંઇક બીજી જ છે. 2004-05માં પોલીસ કસ્ટડીમાં થયેલા મોત અંગે વાત કરીએ તો બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ, રાજસ્થાન અને પશ્વિમ બંગાળમાં કસ્ટડીમાં થયેલા મોતમાં ઘણો ઘટાડો થયો છે, જ્યારે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરલ, ઓરિસ્સા, દિલ્હી, ઝારખંડ અને ઉત્તરાખંડમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. આ રિપોર્ટ અનુસાર 2004-05મા6 122 સૂચનાઓ આયોગને એન્કાઉન્ટરમાં મૃત્યું પામેલા લોકોને મળી. યુપીમાંથી 66, આંધ્ર પ્રદેશમાંથી 18, દિલ્હીમાંથી 9 અને મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાંથી પાંચ-પાંચ. તો બીજી તરફ આયોગમાં બનાવટી એન્કાઉન્ટરના 84 કેસ નોંધાયા છે.

હવે જો કોંગ્રેસ તથા કોંગ્રેસના સમર્થનથી શાસિત સરકારોના રાજમાં થયેલા બનાવટી એન્કાઉન્ટરની વાત કરીએ તો સૌથી વધુ કેસ જોવા મળશે. 2004-05ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાંથી એક (આંધ્ર પ્રદેશમાંથી છ, પૂપીમાંથી 54, હરિયાણામાંથી 4 કેસ સામે આવ્યા છે. જો પેન્ડિંગ કેસની વાત કરીએ તો ગુજરાતમાં ફક્ત પાંચ કેસ પેન્ડિંગ છે. તો બીજી તરફ આંધ્ર પ્રદેશમાં 21, મહારાષ્ટ્રમાં 29 અને સપા શાસિત યુપીમાં 175 કેસ પેન્ડિંગ છે. માનવાધિકાર આયોગમાં 555 કેસ બનાવટી એન્કાઉન્ટર કેસ દાખલ થયા છે જેમાંથી 411 હજુસુધી વણઉકેલ્યા છે. આ લેખમાં આંકડા નીતિ સેન્ટ્રલના લેખમાંથી લેવામાં આવ્યા છે.

English summary
The never-ending saga of outrage over ‘alleged fake encounters” in Gujarat is poised for yet another milestone today as the CBI is expected to finally file a charge sheet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X