21 પરમવીર ચક્ર વિજેતાઓના નામે ટાપુઓના નામકરણ કરાયા, પરાક્રમ દિવસે સરકારની જાહેરાત
પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રસિંગથી આ ટાપુઓના નામકરણ કર્યા હતા. આ સિવાય પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ પર બની રહેલા રાષ્ટ્રીય સ્મારકના મોડલનું અનાવરણ કર્યું હતું.
અંદમાન નિકોબાર : ભારત સરકારે અંદમાન અને નિકોબાર દ્વિપ સમુહના વિવિધ ટાપુઓનું ભારત સરકારે નામકરણ કર્યુ છે. ભારત સરકારે અંદમાન અને નિકોબાર ટાપુઓ આસપાસ આવેલા 2ા ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ આપવામાં આવ્યા છે. આજે પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રસિંગથી આ ટાપુઓના નામકરણ કર્યા હતા. આ સિવાય પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ પર બની રહેલા રાષ્ટ્રીય સ્મારકના મોડલનું અનાવરણ કર્યું હતું.

પીએમ મોદી સાથે આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં. અમિત શાહે જણાવ્યુ કે, ભારતીય સેનાની ત્રણેય પાંખ માટે આજે મહત્વનો દિવસ છે. આજે અંદમાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ સાથે સાંકળવાની પહેલ તેમની સ્મૃતિને કાયમ રાખવાનો પ્રયાસ છે.
અમિત શાહે આગળ જણાવ્યુ કે, વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ સુભાષબાબુની પ્રતિમાને દેશના ગૌરવ સમાન સન્માન સાથે સ્થાપિત કરવાનું કામ કર્યું. આજના દિવસને બહાદુરી દિવસ તરીકે જાહેર કરવાનું કામ કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અંદમાનની ધરતી એ ભૂમિ છે જેના આકાશમાં પહેલી વખત મુક્ત ત્રિરંગો ફરકાવાયો. આ ભૂમિ પર પ્રથમ સ્વતંત્ર ભારત સરકારની રચના થઈ હતી. આ બધા સાથે અંદમાનની આ ધરતી પર વીર સાવરકર અને તેમના જેવા અસંખ્ય વીરોએ દેશ માટે બલિદાનના શિખરને સ્પર્શ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, આજે પણ દર્દ સાથે સેલ્યુલર જેલના સેલમાંથી તે અભૂતપૂર્વ ભાવનાના અવાજો સંભળાય છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, દશકોથી નેતાજીના જીવન સાથે જોડાયેલી ફાઈલોને સાર્વજનિક કરવાની માંગ થઈ રહી હતી, આ કામને પણ દેશે પૂરી નિષ્ઠા સાથે આગળ ધપાવ્યું. આજે આપણી લોકતાંત્રિક સંસ્થાઓ સામે કર્તવ્ય પથ પર નેતાજીની ભવ્ય પ્રતિમા આપણને આપણી ફરજોની યાદ અપાવી રહી છે.












Click it and Unblock the Notifications
