Joshimath: ઈસરોએ જોશીમઠની સેટેલાઈટ તસવીરો જાહેર કરી, 12 દિવસમાં 5.4 સેમી જમીન ધસી
ઈસરોએ જોશીમઠની સેટેલાઈટ તસવીરો જાહેર કરી છે. જે મુજબ છેલ્લા 12 દિવસમાં 5.4 સેમી જમીન ધસી છે.
Joshimath Land Sinking: ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી જવા બાબતે ઈસરોએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ છેલ્લા 12 દિવસોમાં જોશીમઠ લગભગ 5.4 સેમી નીચે ધસી ચૂક્યુ છે. જમીન નીચે ધસવાના કારણે રસ્તાઓ અને ઘરોમાં ઉંડી તિરોડો જોવા મળી રહી છે. ઈસરોના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે જોશીમઠની સેટેલાઈટ તસવીરો જાહેર કરી છે. જે ઘણી ચિંતાજનક છે. તસવીરો મુજબ 27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે જોશીમઠ 5.4 સેમી નીચે ધસી ગયુ છે.

સેટેલાઈટ ફોટામાં જોઈ શકાય છે કે આર્મી હેલીપેડ અને નરસિંહ મંદિર તેમજ સેન્ટ્રલ જોશીમઠના સબસિડેંસિઅલ રોડ સૌથી વધુ જોખમી વિસ્તાર છે. એપ્રિલ 2022થી નવેમ્બર 2022ની વચ્ચે જોશીમઠમાં 9 સેમી જમીન ધસી ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં જમીન ખૂબ જ ઝડપથી નીચે ધસી રહી છે. ચમોલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જોશીમઠને પણ ભૂસ્ખલન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. જોશીમઠમાં છેલ્લા કેટલાક દિવસોમાં 700થી વધુ ઘરોની દિવાલો અને ફ્લોર પર તિરાડો જોવા મળી છે. જેના કારણે આ લોકોને આ ઘરમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સરકારે અસરગ્રસ્તો માટે 1.5 લાખ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે જોશીમઠમાં જમીન ધસવાની શરૂઆત 2 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. ઈસરોએ કહ્યુ કે ક્રાઉન ઑફ સબસિડન્સ 20180 મીટરની ઊંચાઈએ જોશીમઠ-ઔલી રોડની નજીક સ્થિત છે. એપ્રિલ 2022થી અહીં જમીન ધસવાનુ શરૂ થયુ છે. અહીં 7 મહિનામાં 9 સેમી સુધી જમીન ધસી ગઈ છે. પહેલા જોશીમઠને મંદિરો ધસવાના કારણે ઓળખવામાં આવતુ હતુ. પરંતુ હવે તે લોકોના ઘરો અને રસ્તાઓ પર પણ મોટા પાયે પહોંચી ગયુ છે.












Click it and Unblock the Notifications
