ISRO એ સફળતાપૂર્વક PSLVC46થી રિસેટ 2બીને કર્યુ લૉન્ચ
ઈસરો (Indian Space Research Organisation) એ આજે પીએસએલવીસી46ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યુ.
ઈસરો (Indian Space Research Organisation) એ આજે પીએસએલવીસી46ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યુ. આને શ્રીહરિકોટાથી સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવ્યુ. પીએસએલવીસી46એ રિસેટ 2બી (RISAT-2B) ને પૃથ્વીથી 555 કિલોમીટરના એલ્ટીટ્યુડ પર સ્થાપિત કર્યુ. ઈસરોએ આ પરીક્ષણને સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે.

ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ પ્રક્ષેપણ કર્યુ. તમને જણાવી દઈએ કે રિસેટ સેટેલાઈટ સીરિઝનો આ ચોથો ઉપગ્રહ છે. આનો ઉપયોગ રેકોનિસન્સ ગતિવિધાઓ, રણનીતિક મોનિટરીંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કરવામાં આવશે. આ સેટેલાઈટ સાથે સિંથેટીક અફર્ચર રડારઈમેજર પણ મોકલવામાં આવ્યુ છે જેનાથી તેની સેવા સતત મળતી રહે.
આ સેટેલાઈટને 555 કિલોમીટરની ઉંચાઈ પર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યુ છે. જોવાની વાત એ છે કે રીસેટ-2 લગભગ સાત વર્ષ બાદ ભારતીય રડાર ઈમેજિંગ ઉપગ્રહ સીરિઝમાં લૉન્ચ કરવામાં આવ્યુ છે. આ સેટેલાઈટ દરેક પ્રકારના હવામાનમાં સારા ફોટા મોકલી શકે છે. આની મદદથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાહત કાર્ય અને સુરક્ષાબળોને ઘણો આરામ મળશે. ઈસરોએ કુલ છ સેટેલાઈટ લૉન્ચની યોજના બનાવી છે. આમાં સેસ રિસેટ-2બી બાદ રિસેટ 2બીઆર1, રિસેટ 2બીઆર2, રિસેટ 1એ, રિસેટ 1બી મહત્વના છે. આ તમામ સેટેલાઈટને લગભગ 500 કિલોમીટરની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે જેનાથી દેશની રિકોનિસન્સ ક્ષમતા વધારી શકાય.












Click it and Unblock the Notifications
