For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠાકરે વિરુદ્ધ FB પોસ્ટ કરનારી યુવતીઓની ધરપકડ ખોટીઃ સિબલ

|
Google Oneindia Gujarati News

Kapil-Sibal
નવીદિલ્હી, 20 નવેમ્બરઃ કેન્દ્રીય મંત્રી કપિલ સિબલે ફેસબુક પર કોમેન્ટ કરવા બદલ બે છોકરીઓની ધરપકડ અંગે તિખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છેકે પોલીસે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આઇટી કાયદાનો ઉપયોગ આ રીતે ના કરી શકાય જે રીતે કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે બાળ ઠાકરેના નિધન બાદ મુંબઇ બંધ પર બે છોકરીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર કોમેન્ટ કરી હતી. ત્યાર બાદ શિવસૈનિકોએ યુવતીના કાકાના ક્લિનિક પર તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે.

કપિલ સિબલે કહ્યું કે આ કાયદાને લાગુ કરનારી એજન્સીઓએ તેને ઝીણવટથી સમજવાની જરૂર છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે આ કાયદો કોઇને પણ પોતાની વાત કહેવાથી રોકી શકે નહીં. તેમણે આ કાયદાનો આઘાર લઇને છોકરીઓની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. નોંધનીય છે કે આ મામલે પોલીસે શાહીન ઢાડા અને રેનુની ધરપકડ કરી હતી, ત્યારબાદ કોર્ટે તેમને જામીન પર છોડી હતી. કપિલ સિબ્બલે કહ્યું કે આ કાયદા હેઠળ કરવામાં આવેલો અપરાધ જમાનત હેઠળ આવે છે.

બીજી તરફ આ મામલે પોલસે નવ લોકોની ધરપકડ કરી છે. તેમના પર ઢાડાના કાકાની ક્લિનિકમાં તોડફોડ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. તેમજ આખી ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. માહિતી અનુસાર જ્યારે હુમલો થયો ત્યારે હોસ્પિટલમાં બે હજાર લોકો હાજર હતા.

English summary
union Minister Kapil Sibal said he was deeply saddened by the arrest of two girls over their Facebook post questioning the shutdown in the city for Bal Thackeray's funeral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X