મોદીના લીધે દિલ્હીમાં ભાજપને બહુમત ન મળ્યો: નિતીશ

પટણા, 10 ડિસેમ્બર: બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે દેશના ચાર રાજ્યો દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામોને કોંગ્રેસ વિરોધી ગણાવતાં સોમવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના કારણે દિલ્હીમાં ભાજપ સરકાર બહુમત મેળવવામાં નિષ્ફળ રહી.

જેડીયૂના વરિષ્ઠના નેતા નિતીશ કુમારે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે એમાં કોઇ શંકા નથી કે આ ચૂંટણીના પરિણામો કોંગ્રેસ વિરોધી છે, પરંતુ તેમાં ભાજપ માટે કોઇ મોટી ખુશીની વાત નથી.

ભાજપના નેતાઓના આ વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીની જીત માટે પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને શ્રેય આપવા અંગે પૂછવામાં આવતાં નિતીશ કુમારે તેને નકારી કાઢતાં કહ્યું હતું કે ભાજપના લોકો બીજું શું કહી શકે છે.

તેમને કહ્યું હતું કે ભાજપ શું કહે તે મહત્વપૂર્ણ નથી પરંતુ એ મહત્વપૂર્ણ છે કે શું દેખાઇ રહ્યું છે. નિતીશ કુમારે કહ્યું હતું કે આ તો બ્લોઅરની હવા છે, લહેર શું રહેશે અને એ સાબિત થઇ ગયું દિલ્હી વિધાનસભામાં.

નિતીશ કુમારે કહ્યું હતું કે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા તરફ ઇશારો કરતાં નિતીશ કુમારે કહ્યું હતું કે ભાજપે જે જુગાર રમ્યો છે તે તેમને લઇ ડૂબ્યો. દિલ્હી તેનું ઉદાહરણ છે.

nitish

નિતીશ કહ્યું હતું કે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, અને રાજસ્થાનમાં ભાજપને છોડીને કોંગ્રેસનો કોઇ વિકલ્પ ન હતો. એટલા માટે ત્યાં જીતી, પરંતુ દિલ્હીમાં જનતા માટે આ પક્ષો ઉપરાંત ત્રીજો વિકલ્પ હતો આમ આદમી પાર્ટી. એવામાં કોંગ્રેસ વિરોધી લહેર હોવાથી ભાજપ ત્યાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહી.

તેમને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત માટે તેમને શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે ગાંધીવાદી અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો લાભ મળ્યો.

આ ચાર રાજ્યોની ચૂંટણી આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પર નિતીશ કુમારે કહ્યું હતું કે જરૂર પડશે અને તેની પહેલી અસર જોવા મળી છે કે આ ચૂંટણીમાં જ્યાં-જ્યાં ભાજપ અને કોંગ્રેસ હતી. લોકો એમ માનીને ચાલતા હતા કે ભાજપને ફાયદો પહોંચશે પરંતુ દિલ્હીએ તેને નકારી કાઢી.

લોકસભાની ચૂંટણી દરમિયાન બિહાર પર અસર વિશે પૂછવામાં આવતાં નિતીશ કુમારે કહ્યું હતું કે બિહારમાં કોઇ મુદ્દો નથી. એટલા માટે કોઇ પ્રભાવ અહી જોવા નહી મળે અને તેને લઇને ભાજપ એકમ દ્વારા ખુશી મનાવવી બેઇમાની છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી જ્યાં જેડીયૂએ 27 ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને તેમાંથી તેમનો એકપણ ઉમેદવાર જીતી ન શકતાં નિતીશ કુમારે કહ્યું કે અમેલોકોએ માત્ર એક પ્રયત્ન કર્યો હતો. અમે અહીં પ્રબળ દાવેદાર ન હતા.

જેડીયૂના દિલ્હીમાં એકમાત્ર ધારાસભ્ય શોએબ ઇકબાલનું આમ આદમી પાર્ટીને સમર્થન આપવા અંગે પૂછવામાં આવતાં નિતીશ કુમારે કહ્યું હતું કે અમે ઇચ્છીશું કે ત્યાં ભાજપની સરકાર ન બને.

ભાજપ પર પ્રહાર કરતાં નિતીશ કુમારે કહ્યું હતું કે એક સમયમાં એક લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. ભાજપ સાથે 17 વર્ષ જુનો સંબંધ તોડવાને યોગ્ય ગણાવતાં તેમને તે પક્ષ વિશે કહ્યું હતું કે તેને (ભાજપે) કોંગ્રેસના અલોકપ્રિય હોવાના કારણે સત્તાની ખુરશી પર બેસી શકે છે, પરંતુ આ તેની ભૂલ હતી જેને તેમને દિલ્હીમાં પારખી લીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X