For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓ આયોજિત કરવી અનુચિતઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કોરોના મહામારીના કારણે વિશ્વવિદ્યાલય અનુદાન પંચ(યુજીસી)ને પરીક્ષાઓ રદ કરવાનો મામલો ઉઠાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કોરોના મહામારીના કારણે વિશ્વવિદ્યાલય અનુદાન પંચ(યુજીસી)ને પરીક્ષાઓ રદ કરવાનો મામલો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ, કોવિડ મહામારી દરમિયાન પરીક્ષા આયોજિત કરવી ખૂબ જ અનુચિત છે. સ્કૂલ, કોલેજ અને વિશ્વવિદ્યાલયના આપણા છાત્રોને ખૂબ જ દુઃખ સહન કરવુ પડ્યુ છે. રાહુલ ગાંધીએ આ અંગે એક વીડિયો પણ જારી કર્યો છે.

પ્રમોશન આપી દેવુ જોઈએ.

પ્રમોશન આપી દેવુ જોઈએ.

કોરોના વાયરસ મહામારીના કારણે બચેલી બોર્ડ એક્ઝામ રદ થઈ ગઈ છે પરંતુ કોલેજ અને યુનિવર્સિટીની એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ આ નિર્ણયનો વિરોધ કરીને છાત્રોનુ સમર્થન કર્યુ છે. રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કરીને કહ્યુ કે કોરોના વાયરસ મહામારી દરમિયાન પરીક્ષા આયોજિત કરવી ખૂબ જ અનુચિત છે. યુજીસીના છાત્રો અને શિક્ષણવિદોનો અવાજ સાંભળવો જોઈએ. પરીક્ષા રદ કરવી જોઈએ અને છાત્રોને છેલ્લા પ્રદર્શનના આધારે પ્રમોશન આપી દેવુ જોઈએ.

છાત્રોએ આનાથી ઘણી મુશ્કેલી સહન કરવી પડી છે

છાત્રોએ આનાથી ઘણી મુશ્કેલી સહન કરવી પડી છે

આ મુદ્દે પોતાનુ મંતવ્ય વ્યક્ત કરીને રાહુલ ગાંધીએ પોતાના એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો અને કહ્યુ કે કોરોનાના કારણે છાત્રોને ઘણી મુશ્કેલીઓ ઝેલવી પડી છે. રાહુલે કહ્યુ, કોવિડે ઘણા લોકોને નુકશાન પહોંચાડ્યુ છે. સ્કૂલ કોલેજોમાં આપણા છાત્રોએ આનાથી ઘણી મુશ્કેલી સહન કરવી પડી છે. રાહુલ ગાંધીએ સાથે જ આરોપ લગાવ્યો કે યુજીસી પોતાના નિર્ણયથી છાત્રોમાં ભ્રમની સ્થિતિ પેદા કરી રહ્યુ છે.

છાત્રોને પ્રમોશન આપવુ જોઈએ

છાત્રોને પ્રમોશન આપવુ જોઈએ

તેમણે કહ્યુ કે આઈઆઈટીમાં કોલેજોમાં પરીક્ષાઓને રદ કરીને છાત્રોને આગળ વધારવામાં આવ્યા છે. યુજીસી કન્ફ્યુઝન પેદા કરી રહ્યુ છે. તેણે પણ છેલ્લા પ્રદર્શનના આધારે છાત્રોને પ્રમોશન આપવુ જોઈએ. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે 6 જુલાઈના પોતાના આદેશમાં કહ્યુ છે કે પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંતમાં કરાવવામાં આવશે. ગૃહ મંત્રાલયની લીલી ઝંડી મળ્યા બાદ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. આ તરફ રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસ નેતા અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પરીક્ષાઓ રદ કરવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખવા માટે કહ્યુ છે.

BJP સાંસદ સુબ્રણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસની કરી માંગBJP સાંસદ સુબ્રણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસની કરી માંગ

English summary
It is extremely unfair to conduct exams during the Covid 19 pandemic says Rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X