For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ એલન મસ્કને આપી શુભકામનાઓ, કહ્યું- આશા છે વિપક્ષનો અવાજ નહી દબાવે ટ્વીટર

વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્કે ટ્વિટર પોતાને નામ કરી લીધું છે. એલને ટ્વીટર હેડક્વાર્ટરમાં પ્રવેશતાની સાથે જ CEO પરાગ અગ્રવાલને કાઢી મૂક્યા હતા. આ સાથે અનેક મોટા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. ફ્રી

|
Google Oneindia Gujarati News

વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્કે ટ્વિટર પોતાને નામ કરી લીધું છે. એલને ટ્વીટર હેડક્વાર્ટરમાં પ્રવેશતાની સાથે જ CEO પરાગ અગ્રવાલને કાઢી મૂક્યા હતા. આ સાથે અનેક મોટા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. ફ્રી સ્પીચ એડવોકેટ એલન મસ્કની એન્ટ્રી બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે પક્ષી (ટ્વીટર) આઝાદ થઈ ગયું છે. દરમિયાન રાહુલ ગાંધીએ એલન મસ્કને ટ્વીટર હસ્તગત કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

Rahul Gandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે સાંજે ટ્વીટ કરીને કહ્યું, "અભિનંદન એલન મસ્ક. હું આશા રાખું છું કે Twitter હવે હેટ સ્પિચ સામે પગલાં લેશે, હકીકત વધુ મજબૂત રીતે તપાસશે. હવે સરકારના દબાણને કારણે ભારતમાં વિપક્ષનો અવાજ દબાવવામાં નહીં આવે. આ સાથે રાહુલ ગાંધીએ પોતાના ફોલોઅર્સના ગ્રોથ ગ્રાફની તસવીર પણ શેર કરી છે.

કથિત રીતે ટ્વિટર દ્વારા તેના ફોલોઅર્સને થોડા સમય માટે વધતા અટકાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી દ્વારા શેર કરવામાં આવેલા ગ્રાફમાં જાન્યુઆરી 2021 થી ઓગસ્ટ 2021 સુધી તેમના ફોલોઅર્સ સામાન્ય રીતે વધી રહ્યા હતા. પરંતુ ઓગસ્ટ 2021 થી ફેબ્રુઆરી 2022 સુધી તેના ફોલોઅર્સ વધવાના બંધ થઇ ગયા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ટ્વીટર દ્વારા તેમના એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે. જો કે, ફેબ્રુઆરી 2022 પછી તેમના ફોલોઅર્સ ફરીથી વધવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગુરુવારે ટ્વીટરને ખરીદવાનો સોદો પૂરો થતાંની સાથે જ તેણે કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ત્રણ ટોચના અધિકારીઓની છટણી કરી દીધી હતી. જેમાં કંપનીના પોલિસી હેડ વિજયા ગડ્ડે અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નેડ સેગલનો સમાવેશ થાય છે. આ સાથે મસ્કે પોતાના ટ્વીટર બાયોને બદલીને ચીફ ટ્વીટ કર્યું છે. મસ્કે આ ટ્વિટર ડીલ US $44 બિલિયનમાં કરી છે.

English summary
It is hoped that the voice of the opposition will not be suppressed under pressure Twitter: Rahul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X