શશિકલાના પરિવાર પર પણ આયકર વિભાગ માર્યો છાપો

Posted By:
Subscribe to Oneindia News

ચેન્નઇમાં ઓલ ઇન્ડિયા અન્ના દ્વવિડ મુનેત્ર કડંગમની નેતા વી કે શશિકલાના પરિવારના સદસ્યો અને જયા ટીવીના પરિસરમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં 1400 કરોડ રૂપિયાના બેનામી સંપત્તિ મળી છે. સાથે જ મોટી સંખ્યામાં બેનામી સંપત્તિના દસ્તાવેજ પણ મળ્યા છે. નોંધનીય છે કે હાલ શશિકલા આવકથી વધુ સંપત્તિ રાખવાના કેસમાં જેલની હવા ખાય છે. ત્યાં જ તેમની સહયોગી ઇલાવરાસી પણ આ આરોપ હેઠળ જ જેલમાં છે. ગુરુવારે એઆઇએડીએમકેના નેતા વીકે શશિકલા અને તેમના સંબંધીઓના કુલ 187 ઠેકાણા પર આયકર વિભાગે રેડ પાડી હતી. આ હાઇ પ્રોફાઇલ આઇડી રેડના કારણે શશિકલાની રાજકીય પાર્ટીમાં પણ ભૂકંપ આવી ગયા હતો.

jaya tv raid

તો વળી આ છાપાને રાજકીય રીતે પણ અહીં જોવામાં આવી રહ્યું છે. જો કે આટલી મોટી સંખ્યામાં એક સાથે છાપો મારીને આયકર વિભાગે મોટી સંખ્યામાં બેનામી સંપત્તિ મેળવી છે. જે અંગે હવે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જેથી આ સંપત્તિમાં અધિકૃત કેટલી સંપત્તિ છે અને કેટલી બેનામી તે અંગે સ્પષ્ટતા થઇ શકે. જો કે 1400 કરોડ રૂપિયાના બેનામી સંપત્તિ મળી આવતા આવનારા સમયમાં શશિકલાની સાથે તેના અન્ય સંબંધીઓ પણ જેલમાં જોવા મળે તેવી સંભાવના પણ ઊભી થઇ છે.

English summary
IT raids on Jaya TV and Sasikala aides Over Rs 1400 cr recovered. Read more news on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.