For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM તરીકે મોદી સારા સાબિત થશે કે નહીં, કહેવું મુશ્કેલ: ગોદરેજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર : એ કહેવું મુશ્કેલ છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જો પ્રધાનમંત્રી બને છે તો ઉદ્યોગ અને અર્થવ્યવસ્થા માટે સારા સાબિત થશે કે નહીં. આ અંગેની ટિપ્પણી ગોદરેજ સમુહના અધ્યક્ષ અદી ગોધરે કરી છે.

એક ન્યૂઝ ચેનલના શૉમાં તેમણે જણાવ્યું કે 'હાલમાં હું જાણું છું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સારુ કામ કર્યું છે, બની શકે છે કે જો પ્રધાનમંત્રી બને તો કેન્દ્રમાં કંઇક સારું કામ કરે પરંતુ કેન્દ્રમાં હજી તેમનું પરીક્ષણ કરાયું નથી. '

ગોદરેજને જ્યારે પૂછવામાં આવ્યું કે મોદી પ્રધાનમંત્રી બને છે તો શું તેઓ ભારતીય ઉદ્યોગ અને ભારતીય અર્થવ્યવસ્થા માટે યોગ્ય રહેશે એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે તેઓ ક્યારેય પણ કેન્દ્રીય કેબિનેટમાં નથી રહ્યા. માટે એ કહેવું મુશ્કેલ છે.

અદી ગોદરેજે જણાવ્યું કે ક્યારેક-ક્યારેક કોઇ રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં લોકો ઘણા સારા હોય છે. પરંતુ તેઓ કેન્દ્રીય મંત્રી અથવા પ્રધાનમંત્રીના રૂપમાં સારા નિવડી ના પણ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે દેશની મોટા ભાગની જનતા ખાસ કરીને યુવાનો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાવિ પ્રધાનમંત્રીના રૂપમાં જોઇ રહી છે, એ પરથી અને તેમના ગુજરાત વિકાસના મોડેલ પરથી એવું કહી શકાય કે મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ જનતાની આશા સેવવામાં ઊણા ઉતરશે.

English summary
It say to difficult that Narendra Modi may not make a good PM: Adi Godrej
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X