રાહુલ સાથે પોર્ન સ્ટાર, જાણો આ વાયરલ ફોટાનું સત્ય

સોશિયલ મીડિયા પર હાલમાં એક ફોટો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક મહિલા સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર હાલમાં એક ફોટો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક મહિલા સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. આ ફોટા માટે દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી સાથે ઉભેલી મહિલા એક પોર્ન સ્ટાર છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર 5 ડિસેમ્બરે 2018ના રોજ એક યુઝર આત્મારામ થપલિયાએ આ ફોટાને 'જનોઈધારી બ્રાહ્મણ!' કેપ્શન સાથે પોસ્ટ કર્યુ છે. ફોટામાં ઉપર લખવામાં આવ્યુ છે કે રાહુલ ગાંધી અમેરિકાની સૌથી મોંઘી હોટલમાં પોર્ન સ્ટાર નથાલિયા રામોસ સાથે છે. જો કે આ ફોટા અંગે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો કંઈક બીજુ જ સત્ય સામે આવ્યુ.

આખરે કોણ છે રાહુલ સાથે આ મહિલા?

આખરે કોણ છે રાહુલ સાથે આ મહિલા?

‘ઈન્ડિયા ટુડે' ના સમાચાર અનુસાર આ એક જૂનો ફોટો છે જેને સંપૂર્ણપણે એક ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યા છે. આ પોસ્ટને સમાચાર લખાવા સુધી એક હજારથી વધુ લોકો શેર કરી ચૂક્યા છે. ફોટાની તપાસ કરવા પર માલુમ પડ્યુ કે રાહુલ ગાંધી સાથે જે મહિલા ઉભી છે તે કોઈ પોર્ન સ્ટાર નથી પરંતુ સ્પેનિશ અભિનેત્રી નથાલિયા રામોસ છે. રિવર્સ-સર્ચ દ્વારા તપાસમાં એ પણ સામે આવ્યુ કે આ ફોટો બે વર્ષ જૂનો છે. આ ફોટાને અભિનેત્રી નથાલિયાએ પોતાના ફેસબુક અને બીજા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર 14 સપ્ટેમ્બર 2017ના રોજ અપલોડ કરી હતી.

અભિનેત્રીએ પોતે શેર કર્યો હતો ફોટો

અભિનેત્રીએ પોતે શેર કર્યો હતો ફોટો

અભિનેત્રી નથાલિયા રામોસે ફોટા સાથે કેપ્શનમાં લખ્યુ, ‘કુશળ અને વ્યવહારિક વક્તા રાહુલ ગાંધી સાથે. હું પોતાને ભાગ્યશાળી અનુભવી રહી છુ કે મને દુનિયાના બધા ભાગો અને દ્રષ્ટિકોણોથી ઘણા બધા શાનદાર વિચારકોને સાંભળવાનો અવસર મળ્યો. માત્ર ખુલ્લા દિલ અને ખુલ્લા દિમાગ સાથે આપણે વાસ્તવમાં દુનિયાને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. મને આ અવસર આપવા માટે થેંક યુ બર્ગગ્રુએન ઈન્સ્ટીટ્યુટ.' અભિનેત્રી નથાલિયાએ પોતાની પોસ્ટમાં બર્ગુગ્રુએન ઈન્સ્ટીટ્યુટ દ્વારા 13 સપ્ટેમ્બર 2017ના રોજ આયોજિત કાર્યક્રમમાં નિમંત્રણ આપવા માટે તેમનો આભાર પણ માન્યો છે.

બે દિવસીય પ્રવાસ પર અમેરિકા ગયા હતા રાહુલ

બે દિવસીય પ્રવાસ પર અમેરિકા ગયા હતા રાહુલ

ત્યારબાદ ઈન્ટરનેટ પર આ ઈવેન્ટ સાથે જોડાયેલા સમાચારો શોધવા માટે ‘રાહુલ ગાંધી એટ બર્ગગ્રુએન ઈન્સ્ટીટ્યુટ' લખીને જ્યારે ગૂગલ પર સર્ચ કરવામાં આવ્યુ તો ન્યૂઝ વેબસાઈટ હફપોસ્ટ પર બર્ગગ્રુએન ઈન્સ્ટીટ્યુટના અધ્યક્ષ નિકોલસ બર્ગગ્રુએનનો લખેલો એક આર્ટીકલ મળ્યો. આ ઈવેન્ટનો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર હાજર છે. વાસ્તવમાં રાહુલ ગાંધી 11 સપ્ટેમ્બરે 2017ના રોજ બે દિવસીય પ્રવાસ પર અમેરિકા ગયા હતા અને તે દરમિયાન તેમણે એ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. એ ઈવેન્ટમાં અભિનેત્રી નથાલિયા સાથે રાહુલ ગાંધીનો આ ફોટો લેવામાં આવ્યો હતો.

કોણ છે અભિનેત્રી નથાલિયા રામોસ?

કોણ છે અભિનેત્રી નથાલિયા રામોસ?

તમને જણાવી દઈએ કે નથાલિયા રામોસનું પૂરુ નામ નથાલિયા નોરા રામોસ કોહેન છે અને તે અમેરિકાની એક ચર્ચિત ટીવી એક્ટ્રેસ છે. 2011માં નિકલોડિયન ટીવી સીરિઝ ‘હાઉસ ઓફ એનુબિસ' માં નીના માર્ટિનનો લીડ રોલ નિભાવીને તે ચર્ચાઓમાં આવી ગઈ હતી. તેમણે વર્ષ 2007માં અમેરિકામાં રીલિઝ થયેલી ફિલ્મ 'Bratz' માં પણ યાસ્મીનની ભૂમિકા નિભાવી હતી. નથાલિયા જન્મથી સ્પેનિશ છે અને અમેરિકાની નાગરિકતા લઈને ત્યાં રહે છે. ઘણી મુખ્ય આંતરરાષ્ટ્રીય વેબસાઈટોએ તેમના પર એક ટીવી અને ફિલ્મ અભિનેત્રી તરીકે સમાચારો કર્યા પરંતુ કોઈએ પણ તેમને ક્યારેય પોર્ન સ્ટાર નથી કહ્યા. આ પહેલા વર્ષ 2017માં આ ફોટો અમુક લોકોએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની ગર્લફ્રેન્ડ કહીને વાયરલ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X