સોનિયાને સંજય તો રાજનાથને આશુતોષ ફેકશે પડકાર!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 12 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દિધી છે. પાર્ટીનું સંપુર્ણ ધ્યાન ઉત્તર પ્રદેશ લોકસભા સીટો પર છે. પાર્ટી યુપીથી ચૂંટણી લડનાર બીજા રાજકીય પક્ષોના દિગ્ગજોને પડકાર ફેંકવા માંગે છે.

આ રણનિતી મુજબ પાર્ટી કુમાર વિશ્વાસને અમેઠીથી ચૂંટણીના મેદાને ઉતારવા જઇ રહી છે. અમેઠીથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાંસદ છે. એક સમાચાર પત્ર અનુસાર સંજય સિંહ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાયબરેલીથી પડકાર ફેંકશે.

આમ આદમી પાર્ટીનો એક વર્ગ ઇચ્છે છે કે સંજય સિંહ સુલ્તાનપુરથી ચૂંટણી લડે. કહેવામાં આવે છે કે આ સીટ પરથી ભાજપના યુવા નેતા વરૂણ ગાંધી ચૂંટણી લડી શકે છે. આપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના વરિષ્ઠ નેતાઓના પ્રમુખ મત વિસ્તારોમાંથી ઉમેદવાર ઉતરવાનો નિર્ણય કરી લીધો છે. જો કે ઉમેદવારના સંબંધમાં ઔપચારિક જાહેરાત પછી કરવામાં આવશે.

sonia-ashutosh-rajnath.

એક આપ નેતાએ કહ્યું હતું કે શાજિયા ઇલ્મી કેન્દ્રિય મંત્રી જિતિન પ્રસાદને પડકાર ફેંકશે. જિતિન પ્રસાદ ધૌરાહારાથી સાંસદ છે. કહેવામાં આવે છે કે શાજિયા ઇલ્મી કાનપુરથી ચૂંટણી લડી શકે છે. અહીં શ્રીપ્રકાશ જયસ્વાલ સાંસદ છે. શાજિયા ઇલ્મી કાનપુરના વિખ્યાત મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એવામાં તે કાનપુરથી ચૂંટણી લડે તેવી પુરી સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શાજિયા ઇલ્મીએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તે હારી ગઇ હતી. લખનઉથી અખિલ ભારતીય એન્જિનિયર્સ સંઘના મહાસચિવ શૈલેન્દ્ર દુબેને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ જાણીતા નિર્દેશક સુધીર મિશ્રા પણ આપની ટિકીટ પર લખનઉથી ચૂંટણી લડી શકે છે.

પ્રશાંત ભૂષણ અલ્હાબાદથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇબીએન7 ન્યૂઝ ચેનલમાંથી રાજીનામું આપીને આપમાં જોડાયેલા પત્રકાર આશુતોષ ગાજિયાબાદથી ચૂંટણી લડી શકે છે. ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ ગાજિયાબાદથી સાંસદ છે. આશુતોષ યુપીના મિર્જાપુર જિલ્લાના વતની છે. મિર્જાપુરમાં જ રાજનાથ સિંહનું પૈતૃક ગામ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા હાઇપ્રોફાઇલ લોકો આપમાં જોડાવવા છે. તેમને સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ અને તેમની પુત્રવધુ ડિંપલ યાદવ વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારી શકાય છે. આપના એક નેતાએ કહ્યું હતું કે અમે ઇચ્છીએ છે કે દરેક ટૉપ લીડરને પડકારનો સામનો કરવો પડે. 13,50 લોકોએ આપની ટિકીટ પર ચૂંટણી લડવા માટે અરજી કરી છે. તેમાંથી મોટાભાગના યુપીના છે.

English summary
While it is almost final that AAP leader Kumar Vishwas will contest the Amethi seat against Congress vice-president Rahul Gandhi, AAP strategist Sanjay Singh could be chosen to take on Congress president Sonia Gandhi from Rae Bareli.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.