જમ્મુ કાશ્મીરના બડગામમાં ધમાકો, 5 લોકો ઘાયલ
જમ્મુ કાશ્મીરના બડગામમાં જિલ્લામાં ધમાકો થવાને કારણે 5 લોકો ઘાયલ થયાની ખબર આવી છે.
જમ્મુ કાશ્મીરના બડગામમાં જિલ્લામાં ધમાકો થવાને કારણે 5 લોકો ઘાયલ થયાની ખબર આવી છે. આ ધમાકો બડગામના તોસ મેદાન પાસે થયો છે. આ ધમાકાની ઝપટમાં આવવાને કારણે 5 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના થયા પછી જગ્યા પર પહોંચેલી પોલીસ ટીમે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા છે. જ્યાં બે લોકોની હાલત ગંભીર થયા પછી તેમને શ્રીનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હજુ સુધી આ બાબતે કોઈ પણ જાણકારી નથી મળી રહી કે બ્લાસ્ટ પાછળ કોઈ આતંકી ષડયંત્ર છે કે પછી કોઈ બીજું કારણ તેના માટે જવાબદાર છે. તેને જોતા પોલીસ અને ફોરેન્સિક ટીમ તેના અંગે તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર આ ધમાકો બડગામના તોસ મેદાન પાસે થયો છે. બ્લાસ્ટ થયા પછી વિસ્તારમાં ઘણા સમય સુધી અફરાતફરી જેવી સ્થિતિ પેદા થયી હતી. એટલું જ નહીં પરંતુ આ દુર્ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે.
આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ત્યાં બીજી બાજુ સ્વતંત્રતા દિવસે મોટા હુમલાને અંઝામ આપવા માટે આવેલા ત્રણ આતંકી રવિવારે બાટમાલું માં થયેલા ભયંકર એન્કાઉન્ટર પછી સુરક્ષાબળોની ઘેરાબંધી તોડીને ભાગી નીકળ્યા હતા. આ દરમિયાન રાજ્ય પોલીસ વિશેષ અભિયાન દળના ત્રણ જવાન શહીદ થયા અને અન્ય ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.












Click it and Unblock the Notifications
