For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા વર્ષે થયેલ આતંકી હુમલો હતો 'અફઝલ ગુરૂનો બદલો'?

નવા વર્ષે થયેલ આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી જૈશ-એ-મોહમ્મદે ઠાર મરાયેલ આતંકીની બંદૂક પર લખાણ હતું, અફઝલ ગુરૂ કા બદલા આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

સોમવારે નવા વર્ષના દિવસે જમ્મુ-કાશ્મીરના લોથોપારામાં થયેલ અથડામણમાં પાંચ જવાન શહીદ થયા હતા અને ત્રણ આંતકી મૃત્યુ પામ્યા હતા. આ અથડામણ બાદ ફરી એકવાર અફઝલ ગુરૂનો મુદ્દો ઉઠ્યો છે. સુરક્ષાદળોએ જે ત્રીજા આતંકીને ઠાર માર્યો હતો, તેની પાસેથી એક એકે-47 રાયફલ મળી હતી અને તેની પર લખેલું હતું, અફઝલ ગુરૂનો બદલો. આ મૃત આતંકી પાકિસ્તાની નાગરિક હતો. નવા વર્ષે થયેલ આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે અને આને કારણે જૂની કેટલીક યાદો તાજી થઇ છે.

lethopora encounter

વર્ષ 2015માં એક આતંકી હુમલામાં જૈશ-મોહમ્મદના હુમલા પાછળનું કારણ અફજલ ગુરૂની ફાંસીની સજા ગણાવવામાં આવ્યું હતું. વર્ષ 2015માં થયેલ હુમલામાં પણ અનેક જવાન શહીદ થયા હતા. નવા વર્ષે થયેલ આતંકી હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે અને જે આતંકીઓનું મૃત્યુ થયું છે એ સ્થાનિક હોવાની જાણકારી મળી છે. મૃતક આતંકીઓની ઓળખાણ ફરદીન ખંડે(16) અને મંજૂર બાબા(22) તરીકે થઇ છે.

આતંકીએ જાહેર કર્યો હતો વીડિયો

કહેવાઇ રહ્યું છે કે, ખંડે આતંકી બનવાના ત્રણ મહિના પહેલા અભ્યાસ કરતો હતો અને તેના પિતા પોલીસમાં છે. આતંકી બાબા અંગે કહેવિ રહ્યું છે કે, આતંકી બનવાના 2 મહિના પહેલા તે ડ્રાઇવરની નોકરી હતી. મીડિયાના અહેવાલો અનુસાર, બાબાની માતાએ તેની સાથે વાત કરી હતી અને તેને ઘરે પરત ફરવા વિનંતીકરી હતી. આતંકી હુમલા પહેલાં બાબાએ એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, જ્યાં સુધીમાં આ વીડિયો તમારી પાસે આવશે, હું જન્નતમાં પહોંચી ગયો હોઇશ. બેરોજગારી કાશ્મીરના યુવાઓને આતંક તરફ ધકેલી રહી છે. સાથે જ તેણે સેના કાશ્મીરમાં હોવા અંગે પણ પ્રશ્ન કર્યો હતો.

English summary
J&K CRPF camp attack: ‘Afzal Guru ka badla’ inscribed on terrorist’s weapon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X