For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: શ્રીનગરના બરજાલામાં પોલિસકર્મીઓ પર આતંકીઓએ કર્યુ ફાયરિંગ, બેની હાલત ગંભીર

કાશ્મીરના બરજાલાથી છે જ્યાં પોલિસકર્મીઓ પર આતંકીઓએ ફાયરિંગ કર્યુ છે જેમાં બે પોલિસકર્મીઓની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

J&K: Terrorists attacked a police party in Barzulla area of district Srinagr: શ્રીનગરઃ એક મોટા સમાચાર કાશ્મીરના બરજાલાથી છે જ્યાં પોલિસકર્મીઓ પર આતંકીઓએ ફાયરિંગ કર્યુ છે જેમાં બે પોલિસકર્મીઓની હાલત ગંભીર જણાવાઈ રહી છે. આ વિશે હજુ વધુ માહિતી મળી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ કાશ્મીરના બડગામ અને શોપિયામાં આજે સવારે જ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર થયુ હતુ જેમાં લશ્કરના 3 આતંકવાદી માર્યા ગયા છે અને 1 પોલિસકર્મી શહીદ થયા છે. આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો છે. પોલિસ અને સુરક્ષાબળો બંનેએ સંયુક્ત રીતે મોરચો સંભાળ્યો છે અને સર્ચ ઑપરેશન ચાલુ છે.

srinagar

હથિયારોનો જથ્થો જપ્ત

જે હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમાં એક-47 રાઈફ, એસએલઆર રાઈફ, 303 રાઈફલ, મેગેઝીન સાથે 2 પિસ્તોલ, 04 યુબીજીએલ ગ્રેનેજ અને રેડિયો સેટ શામેલ હતા. સુરક્ષાબળોનુ કહેવુ છે કે હથિયારો જોઈને એવુ લાગે છે કે આતંકવાદી સંગઠન કોઈ મોટા હુમલાની તૈયારીમાં હતા. એવુ માનવામાં આવી રહ્યુ છે કે હથિયારો પાકિસ્તાના પુંછના રસ્તેથી મોકલવામાં આવ્યા છે. બની શકે કે ઓવરગ્રાઉન્ડ વર્કરોની મદદથી આ હથિયાર પુંછ નિયંત્રણ રેખાથી અહીં સુધી પહોંચાડવામાં આવ્યા હોય.

લશ્કરના ત્રણ આતંકવાદી માર્યા ગયા

ત્યારબાદ કાલે રાતે બડગામમાં અને આજે સવારે શોપિયામાં એનકાઉન્ટર શરૂ થયુ જેમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 221 આતંકવાદી માર્યા ગયા હતા. વળી, 2019માં કુલ 153 આતંકવાદી માર્યા ગયા હતા. વળી, 2018માં 215 અને 2017માં 213 આતંકવાદી ઠાર મરાયા હતા.

લદ્દાખમાં LAC પર બંને સેનાઓ વચ્ચે કાલે થશે 10માં દોરની વાતલદ્દાખમાં LAC પર બંને સેનાઓ વચ્ચે કાલે થશે 10માં દોરની વાત

English summary
J&K: Terrorists attacked a police party in Barzulla area of district Srinagar, 2 policemen got injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X