For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર નિર્માણ માટે આ દાદીએ 27 વર્ષથી અન્નનો ત્યાગ કર્યો, હવે અયોધ્યામાં ઉપવાસ તોડશે

રામ મંદિર નિર્માણ માટે આ દાદીએ 27 વર્ષથી અન્નનો ત્યાગ કર્યો, હવે અયોધ્યામાં ઉપવાસ તોડશે

|
Google Oneindia Gujarati News

જબલપુરઃ દેશના સૌથી ચર્ચિત મામલામાંનો એક અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ફેસલો આવ્યા બાદ રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડાના દાવાને ફગાવતા વિવાદિત જમીનના માલિકાના હક રામલલા વિરાજમાનને આપવાનો ફેસલો સંભલાવ્યો. આ ઉપરાંત કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવાનો ફેસલો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટના આ ફેસલાથી જબલપુરના ઉર્મિલા ચતુર્વેદી ખુશ છે, તેઓ રામ મંદિર નિર્માણનો સંકલ્પ લઈ 1992થી ઉપવાસ પર હતાં.

27 વર્ષથી ઉપવાસ પર

27 વર્ષથી ઉપવાસ પર

27 વર્ષથી રામ મંદિરના નિર્માણનો સંકલ્પ લઈ ઉપવાસ પર બેઠેલા દાદી ઉર્મીલા 87 ર્ષના છે. તેઓ કહે છે કે ઉપવાસ પાછળે તેમનો ઉદ્દેશ્ય અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થતું જોવાનો હતો. ઉર્મિલાએ 27 ર્ષથી અન્નનો ત્યાગ કર્યો છે. જબલપુરના વિજયનગરના રહેવાસી ઉર્મિલા કહે છે કે વિવાદિત માળખું તોડી પાડ્યા બાદ દેશભરમાં રમખાણો થયા, ખુન-ખરાબા થયા. હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એકબીજાનું લોહી વહાવ્યું. આ બધાથી બહુ દુઃખ થયું.

કેળા અને ચાના સહારે 27 વર્ષ કાઢ્યાં

કેળા અને ચાના સહારે 27 વર્ષ કાઢ્યાં

તેઓ કહે છે કે 27 વર્ષના ઉપવાસ બાદ તેમને ખુશી મળી છે. ઉપવાસનો સંકલ્પ હોવાના કારણે તેઓ સંબંધીઓ, સમાજ વગેરેથી દૂર થઈ ગયાં હતાં. કેટલીય વાર લોકોએ તેમના પર ઉપવાસ સમાપ્ત કરવા દબાણ પણ બનાવ્યું, કેટલાક લોકોએ મજાક પણ ઉડાવ્યો. જ્યારે કેટલાક એવા લોકો પણ હતા જેમણે તેમના અત્મવિશ્વાસ અને સાધનાના વખાણ કર્યાં. માત્ર કેળા અને ચાના ટેકે 27 વર્ષથી તેઓ સંકલ્પ લઈને બેઠાં હતાં.

અયોધ્યામાં ઉપવાસ ખતમ કરવા માંગે છે

અયોધ્યામાં ઉપવાસ ખતમ કરવા માંગે છે

ત્યારે તેમણે સંકલ્પ લીધો કે તેઓ અનાજ ત્યારે જ ખાશે, જ્યારે દેશમાં ભાઈચારા સાથે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવવામાં આવે. આ દરમિયાન વર્ષો સુધી મામલો કોર્ટમાં ચાલતો રહ્યો. જ્યારે 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટનો ફેસલો આવ્યો તો ઉર્મિલા દાદી બહુ ખુશ થયાં. તેમણે સુપ્રીમ કોર્ટના પાંચેય જજનો આભાર માન્યો. તેઓ કહે છે કે અયોધ્યામાં જઈ રામલલાના દર્શન કર્યા બાદ પોતાનો ઉપવાસ સમાપ્ત કરવા માંગે છે. ઉર્મિલાના ઘરવાળાઓનું કહેવું છે કે આ ઉપરમાં પણ તેમની ઉર્જાની કમી નથી, જો કે તેઓ કમજોર થઈ ચૂક્યાં છે છતાં તેઓ હજુ પણ ઉપવાસ પર છે.

Ayodhya Verdict: ઐતિહાસિક ફેસલા બાદ તમામ પાંચ જજોની સુરક્ષા વધારાયીAyodhya Verdict: ઐતિહાસિક ફેસલા બાદ તમામ પાંચ જજોની સુરક્ષા વધારાયી

English summary
jabalpur woman on fast for 27 years to build ram mandir in ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X