અદાણી મુદ્દે જયરામ રમેશના પીએમ મોદી પર તીખા પ્રહાર, કહ્યું-મોદીજી મૌન તોડો

અદાણી મુદ્દે ભારત સરકાર અને પીએમ મોદીના મૌન પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. હવે કોંગ્રેસ નેતા જયરામ રમેશે સવાલો કરતા પીએમ મોદીને મૌન તૌડવા કહ્યું છે.

નવી દિલ્હી : હિડનબર્ગના રિપોર્ટ બાદ હવે અદાણીની પડતી મોદી સરકાર માટે મુશ્કેલી સર્જી રહી છે. એક તરફ સંસદમાં હંગામો છે તો બીજી તરફ વિપક્ષી નેતાઓ સતત સરકારના કામકાજ પર સવાલ ઉઠાવી રહ્યા છે. દુનિયાભરમાં અદાણી પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ભારત સરકાર અને પીએમ મોદીનું ભેગી મોન અનેક સવાલ ઉઠાવી રહ્યું છે. હવ કોંગ્રેસના નેતા જયરામ રમેશે પીએમ મોદી પર સવાલો ઉઠાવ્યા છે.

jairam ramesh

જયરામ રમેશે સરકાર અને પીએમ મોદી પર પ્રહારો કરતા ટ્વિટ કરીને ત્રણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, મોદી સરકારે આ મુદ્દે મૌન સેવ્યું છે. પીએમ મોદી અમે અદાણીના કોન છીએ એમ કહીને છટકી શકે નહીં. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ અદાણી અને પીએમ મોદી વચ્ચેની મિલીભગતનો સ્પષ્ટ સંકેત છે. તેમણે લખ્યું કે, હવે મૌન તોડો વડાપ્રધાનજી.

જયરામ રમેશે પ્રશ્ન કરતા કહ્યું કે, ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી પર પનામા પેપર્સ અને પેન્ડોરા પેપર્સમાં છેતરપિંડીનો આરોપ છે. તેના પર શું કાર્યવાહી કરાઈ? તેમણે આગળ બીજો સવાલ કર્યો કે, એ કેવી રીતે શક્ય છે કે માત્ર અદાણી ગ્રુપને જ એરપોર્ટ અને બંદરો પર એકાધિકાર સ્થાપવાની મંજૂરી આપવામાં આવી? ત્રીજો સવાલ કરતા તેમણે લખ્યું કે, હિંડનબર્ગ રિપોર્ટ બાદ ED, CBI અને ઈન્કમ ટેક્સ દ્વારા ગૌતમ અદાણી પર શું કાર્યવાહી કરવામાં આવી?

કોંગ્રેસ નેતા જયરામ રમેશે અહીં કહ્યું કે, પનામા પેપર્સ અને પેન્ડોરા પેપર્સ કેસમાં સરકારની તપાસ પર શંકા છે. તેમાંથી એકમાં ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીનું નામ સામે આવ્યું હતું. જયરામ રમેશે અદાણી જૂથ સામેના ગંભીર આરોપોની તપાસ માટે વર્ષોથી શું પગલાં લીધાં છે તે સમજાવવા કેન્દ્રને જણાવ્યું. તેમણે સવાલ કર્યો કે સતત આરોપો છતાં અદાણી ગ્રુપની તપાસ આટલા લાંબા સમય સુધી કેમ ન થઈ?

વિપક્ષમાં કોંગ્રેસના હંગામા વચ્ચે કોંગ્રેસે ટ્વીટ કર્યું કે, પીએમ મોદીના મિત્ર અદાણી પર વિશ્વના સૌથી મોટા કૌભાંડનો આરોપ છે. પરંતુ આ સમગ્ર મામલે પીએમ મોદી મૌન છે. કોઈ તપાસ, કોઈ કાર્યવાહી નહીં. મોદી સરકારના આ મૌન સામે કોંગ્રેસ આવતીકાલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X