પંજાબની 13 જેલોમાં લગાવાશે જામર, સરકારે HCમાં રજુ કર્યો રિપોર્ટ
પંજાબની જેલોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની સૂચના પર જેલ વિભાગના આઈજી આરકે અરોરાએ બુધવારે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં સરકારે કહ્યું કે, નાણા વિભાગની પરવાનગી મળ્યા બાદ 6થી 9 મહિન
પંજાબની જેલોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની સૂચના પર જેલ વિભાગના આઈજી આરકે અરોરાએ બુધવારે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં સરકારે કહ્યું કે, નાણા વિભાગની પરવાનગી મળ્યા બાદ 6થી 9 મહિનામાં જેલોમાં જામર લગાવવાનું શક્ય બનશે.

જેલોને કરાશે વધુ સુરક્ષિત
અહેવાલો મુજબ કેબિનેટ સચિવાલય જામરની ખરીદી માટે પરવાનગી આપવા માટે નોડલ ઓથોરિટી છે. કેબિનેટ સચિવાલય (સુરક્ષા) દ્વારા આપવામાં આવેલી જામરની ખરીદી માટેની માર્ગદર્શિકા અનુસાર, હાલમાં બે જાહેર ક્ષેત્રની ઔદ્યોગિક સંસ્થાઓ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) જામરની ખરીદી માટે માન્ય સ્ત્રોત છે. પંજાબ સરકારે BSNLને જામરની યાદીમાંથી કાઢી નાખ્યું છે કારણ કે તેને કેબિનેટ સચિવાલયની મંજૂરી નથી.

જામર લગાવવાનો સંભવિત એક્શન પ્લાન
જામર લગાવવા અંગેનો સંભવિત સમયનો એક્શન પ્લાન પણ કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો. આ મુજબ, નાણા વિભાગની મંજૂરી પછી ઓર્ડર આપ્યા પછી BEL 9 મહિનામાં અને ECIL 6 મહિનામાં જામર સપ્લાય કરશે. પંજાબના એડવોકેટ જનરલ ચંદીગઢની બહાર હોવાથી બુધવારે આ મામલે દલીલ થઈ શકી ન હતી. કોર્ટે કેસની સુનાવણી મુલતવી રાખી છે.

પંજાબ સરકારને લગાવાઇ હતી ફીટકાર
હાઈકોર્ટે છેલ્લી સુનાવણી પર પંજાબ સરકારને આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે જો પંજાબ સરકાર જેલોની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે તો કેન્દ્ર સરકારને જવાબદારી કેમ ન આપી. ટિપ્પણી કરતી વખતે, કોર્ટે કહ્યું હતું કે પંજાબ સરકાર ભાડા પર જેલોમાં 4G જામર લગાવવાની વાત કરી રહી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે સુરક્ષાના મામલે પૈસાની ચિંતા શા માટે થઈ રહી છે. 5Gના યુગમાં પંજાબ સરકાર 4G ટેક્નોલોજીના જામર પણ લગાવી શકી નથી. પંજાબ સરકારના વલણ પર સવાલ ઉઠાવતા બેન્ચે કહ્યું હતું કે આ અરજી 2011થી પેન્ડિંગ છે અને સરકારના વલણને જોતા એવું લાગે છે કે 13 જિલ્લામાં ક્યારેય જામર લગાવવામાં આવશે નહીં.

હાઇકોર્ટના આદેશ બાદ સમિતિની કરાઇ મિટીંગ
પંજાબના આઈજી (જેલ) રૂપ કુમાર અરોરાએ બુધવારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે આદેશ બાદ સમિતિની રચના કરવામાં આવી છે. તેની પ્રથમ બેઠકમાં સમિતિએ નિર્ણય લીધો છે કે રાજ્યની જેલોમાં 5G ટેક્નોલોજીના જામર લગાવવામાં આવે. આ માટે BEL અને ECILના ટેકનિકલ નિષ્ણાતો સાથે વાત કરવામાં આવી રહી છે. કોલ બ્લોકિંગ માટેનો પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલય પાસેથી સહકાર લેવામાં આવશે અને તે રાજ્યના 13 જિલ્લામાં શરૂ કરી શકાશે.












Click it and Unblock the Notifications
