For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: શ્રીનગરમાં સોમવારે 190 પ્રાથમિક શાળા ખુલી જશે, ચુસ્ત સુરક્ષાનો બંદોબસ્ત

J&K: શ્રીનગરમાં સોમવારે 190 પ્રાથમિક શાળા ખુલી જશે, ચુસ્ત સુરક્ષાનો બંદોબસ્ત

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં હાલાત સામાન્ય થવા લાગ્યા છે. જમ્મુમાં 3 ઓગસ્ટે બંધ પડેલ ઈન્ટરનેટ સેવાને પુનઃસ્થાપિત કરી દીધું છે, ત્યારે સોમવારથી જ 190 પ્રાથમિક શાળઓ ખુલી જશે, જેટલા દિવસો સુધી સ્કૂલ બંધ રહ્યા છે, તેના બદલે આ મહિના બાદ પૂરક ક્લાસ લગાવવામાં આશે.

190 પ્રાઈમરી સ્કૂલ ખુલશે

190 પ્રાઈમરી સ્કૂલ ખુલશે

ઉમ્મીદ જતાવાઈ રહી છે કે જલદી જ જમ્મુ-કાશ્મીરના હાલાત સામાન્ય થઈ જશે, જમ્મુ-કાશ્મીરના પ્રદાન સચિવ રોહિત કંસલ અને શ્રીનગરના ડિવિજનલ કમિશ્નર બશીર ખાને શનિવારે મોડી સાંજે એક સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સ યોજી, જેમાં તેમણે જણાવ્યું કે સોમવારે શ્રીનગરના 190 સ્કૂલ ખોલવાની યોજના છે, જે ક્ષેત્રોમાં વિદ્યાલય ખોલવામા ંઆશે તેમાં લાસજાન, સાંગરી, પંથકચોક, નૌગામ, રાજબાગ, જવાહર નગર, ગગરીબાલ, ધારા, થીડ, બાટમાલૂ અને શાલ્ટેંગ સામેલ છે.

કેટલાય નેતાઓની નજરબંધીની સમીક્ષા

કેટલાય નેતાઓની નજરબંધીની સમીક્ષા

રાજ્યના પ્રશાસને ઘોષણા કરી છે કે બાકી 10 જિલ્લામાં પણ હાલાત ધીરે-ધીરે સામાન્ય થઈ રહ્યો છે અને જલદી જ અહીંથી પણ પ્રતિબંધ હટાવી દેવામાં આવશે. પાકિસ્તાન હજુ પણ અફવા ફેલાવા અને આતંકી હુમલાનું ષડયંત્ર ચી રહ્યું છે માટે મોબાઈલ ઈન્ટરનેટ પર લાગેલ પ્રતિબંધ હજુ યથાવત છે. રાજ્યના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે કેટલાય નેતાઓની નજરબંધીને લઈને પણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તે બાદ કાનૂન વ્યવસ્થાની સ્થિતિને જોયા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

હજ યાત્રીઓની વાપસીનો ઈંતેજામ

હજ યાત્રીઓની વાપસીનો ઈંતેજામ

હજ યાત્રીઓની વાપસીની તૈયારી પર શ્રીનગરના ડિવિજનલ કમિશનર બશીર ખાને જણાવ્યું કે અમે રવિવારે થનાર હજ યાત્રીઓની વાપસી માટે તૈયાર છીએ. હજ યાત્રીઓને તેમના વતન પહોંચાડવા માટે પર્યાપ્ત બસોનો ઈંતેજામ પણ કરી લેવામાં આવ્યો છે.

આર્ટિકલ 370ને ખતમ કરી દીધો

આર્ટિકલ 370ને ખતમ કરી દીધો

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનું બિલ ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભા અને લોકસભામાં રજૂ કર્યું હતું, જે બાદ સદનના સભ્યોએ જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ ગણાવ્યો, આ બિલને ભારે બહુમતી સાથે બંને સદનમાં પાસ કરાવી લેવામાં આવ્યો અને હવે નવા કાનૂન અંતર્ગત આર્ટિકલ 370નો માત્ર એક ખંડ જમ્મુ-કાશ્મીર પર લાગૂ થશે, હવે જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ થઈ ગયું છે અને આ બંને કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે પરંતુ લદ્દાખમાં વિધાનસભા નહિ હોય.

<strong>દેશના આ 8 રાજ્યોમાં ભારે વરસાદની આશંકા, એલર્ટ જાહેર</strong>દેશના આ 8 રાજ્યોમાં ભારે વરસાદની આશંકા, એલર્ટ જાહેર

English summary
jammu and kashmir: 190 primary schools will start from monday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X