For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jammu and Kashmir: બાલટાલ-જોજિલા પાસે ભારે હિમસ્ખલન, Video જોઈને ચોંકી જશો

જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ ક્ષેત્રમાં બાલટાલ-જોજિલા પાસે ભારે હિમસ્ખલન થયુ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

|
Google Oneindia Gujarati News

Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ ક્ષેત્રમાં બાલટાલ-જોજિલા પાસે ભારે હિમસ્ખલન થયુ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ હિમસ્ખલનથી હજુ સુધી કોઈ નુકશાનના સમાચાર નથી. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી અટલ ટનલ રોહતાંગ, મનાલી-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ સહિત લગભગ 182 રસ્તા વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. 163 વીજળી ટ્રાન્સફૉર્મર પણ ઠપ્પ થઈ ગયા છે.

snow

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર તેમજ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ યથાવત છે. આ દરમિયાન, હવામાન વિભાગે 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. જમ્મુ વિભાગના મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને વાદળોના આવરણને કારણે માર્ગ વાહનવ્યવહારને અસર થઈ છે. આ સાથે તેની અસર હવાઈ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સોનમર્ગ, ગુલમર્ગ, તંગધાર (કૂપવાડામાં) અને કાશ્મીરના અન્ય ઊંચા વિસ્તારોમાં હાલમાં હિમવર્ષા થઈ છે. ઉત્તર અને મધ્ય કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે.

બુધવારે પણ ગાંદરબલ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. ઘણી જગ્યાએ ઘરના જેટલા જ બરફના ઢગલા જોવા મળ્યા હતા. પહેલગામ અને ગુલમર્ગ સિવાય સમગ્ર ખીણમાં રાતનુ તાપમાન વધશે અને તાપમાન શૂન્યથી ઉપર રહેશે. જેનાથી ભીષણ ઠંડીથી રાહત મળશે. અધિકારીઓએ જણાવ્યુ કે મંગળવારે રાતે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાવામાં આવ્યુ હતુ. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ.

English summary
Jammu and Kashmir: A snow avalanche occurred near Baltal, Zojila in Sonamarg area of Ganderbal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X