For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં સીમા પાસે BSFના જવાનોને મળી સુરંગ, ઘૂસણખોરો માટે બનાવી હોવાની શંકા

મ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે સીમા સુરક્ષા બળ(બીએસએફ) દ્વારા એક સુરંગ જેવી સંરચનાનો ખુલાસો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે સીમા સુરક્ષા બળ(બીએસએફ) દ્વારા એક સુરંગ જેવી સંરચનાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સૂચના બાદ વિસ્તારને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવ્યુ છે. બીએસએફના જવાનોને શંકા છે કે આ ઘૂસણખોરોને આવવા જવા માટે આ સુરંગ ખોદવામાં આવી છે. જો કે તેમણે એ પણ કહ્યુ છે કે કેસની તપાસમાં હજુ અમે લાગ્યા છે, કંઈ પણ પુષ્ટિ સાથે કહી ન શકાય. ઝીરો લાઈન પાસેની જમીન પાસે સુરંગ મળવાની સૂચનાથી હોબાળો થઈ ગયો. જે જગ્યાએ સુરંગ મળી છે ત્યાં ખેડૂતો કાપણી કરી રહ્યા હતા. ખેડૂતોએ જ સુરંગની માહિતી બીએસએફને આપી હતી.

jammu

ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પર સુરંગ

ન્યૂઝ એજન્સી પીટીઆઈ-ભાષાના જણાવ્યા મુજબ બીએસએફે જમ્મુ કાશ્મીરમાં જે સુરંગ શોધી છે તે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પર છે. સૂત્રો મુજબ સુરંગ આરએસ પુરા સેક્ટરમાં મળી છે. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે વિશ્લેષણ માટે હાજર છે.

ઓગસ્ટમાં પણ મળી હતી આવી સુરંગ

બીએસએફના જવાનોને એક આવી જ સુરંગ આ વિસ્તારમાં ઓગસ્ટ 2020માં મળી હતી. તે પાકિસ્તાન તરફથી ખોદવામાં આવી હતી. જવાનોએ જણાવ્યુ હતુ કે સુરંગના પ્રવેશ પર પ્લાસ્ટિકની રેતી ભરેલી 8-10 બોરીઓ હતી જેના પર પાકિસ્તાનના ચિહ્નો હતા. બીએસએફે આ પહેલા પણ સીમા પર ઘણી સુરંગ શોધી છે.

અર્નબ સુશાંત માટે આક્રમક શો કરી રહ્યા હતા અને મારા પિતા માટેઅર્નબ સુશાંત માટે આક્રમક શો કરી રહ્યા હતા અને મારા પિતા માટે

English summary
Jammu and Kashmir: BSF found a tunnel near International Border in RS Pura sector of Jammu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X