Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કાશ્મીર: શોપિયામાં કાશ્મીરી પંડિતની હત્યા, આતંકીઓએ નામ પુછી મારી ગોળી

જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના ચોટીપારા વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી છે. આતંકવાદીઓએ સફરજનના બગીચામાં બે લોકોને ગોળી મારી હતી. આ આતંકી હુમલામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. રિપોર્ટ અન

જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના ચોટીપારા વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી છે. આતંકવાદીઓએ સફરજનના બગીચામાં બે લોકોને ગોળી મારી હતી. આ આતંકી હુમલામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. રિપોર્ટ અનુસાર આતંકીઓએ આ લોકો પર ગોળીબાર કર્યો હતો. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આતંકીઓએ વ્યક્તિનું નામ પૂછ્યા બાદ તેને ગોળી મારી દીધી હતી. એટલે કે આના પરથી સ્પષ્ટ થાય છે કે આ હત્યા કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવા માટે કરવામાં આવી છે.

ભાજપ અધ્યક્ષે પાકિસ્તાન પર નિશાન સાધ્યું

ભાજપ અધ્યક્ષે પાકિસ્તાન પર નિશાન સાધ્યું

જમ્મુ-કાશ્મીરમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરને કબ્રસ્તાનમાં ફેરવવા માંગે છે, અમે તેમના નાપાક મનસૂબાને અહીં સફળ થવા દઈશું નહીં. શોપિયાં વિસ્તારમાં કાશ્મીરી પંડિતોની હત્યામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં, તેમને ચોક્કસ સજા કરવામાં આવશે. કાયર પાકિસ્તાની આતંકવાદીઓ હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે. બે ભાઈઓ કાશ્મીરી હિન્દુ સુનીલ કુમાર અને પિન્ટુને કાયર પાકિસ્તાની આતંકવાદીઓએ નિશાન બનાવીને મારી નાખ્યા હતા. પાકિસ્તાન કાશ્મીરમાં રક્તપાત ઇચ્છે છે. પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરીઓના દુશ્મન છે.

મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું

મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું

મળતી માહિતી મુજબ સુનીલ કુમાર ભટ્ટ અને તેમના ભાઈને સફરજનના બગીચામાં આતંકીઓએ તેમના નામ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. આ હુમલામાં પાર્ટીમ્બર નાથ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ બીજેપી નેતા નિર્મલ સિંહે કહ્યું કે સુનીલ કુમાર તેમનું કામ કરી રહ્યા હતા, પરંતુ આતંકીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કરતા તેમને ગોળી મારી દીધી. અમે આતંકવાદીઓની યોજનાઓને ક્યારેય સફળ થવા દઈશું નહીં. બીજી તરફ પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ હુમલાની નિંદા કરતા દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયોને કારણે ઘાટીના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

પાકિસ્તાનનુ કાયરતાપૂર્ણ કૃત્ય

પાકિસ્તાનનુ કાયરતાપૂર્ણ કૃત્ય

જમ્મુ-કાશ્મીરમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરને કબ્રસ્તાનમાં ફેરવવા માંગે છે, અમે તેમના નાપાક મનસૂબાને અહીં સફળ થવા દઈશું નહીં. શોપિયાં વિસ્તારમાં કાશ્મીરી પંડિતોની હત્યામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં, તેમને ચોક્કસ સજા કરવામાં આવશે. કાયર પાકિસ્તાની આતંકવાદીઓ હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે. બે ભાઈઓ કાશ્મીરી હિન્દુ સુનીલ કુમાર અને પિન્ટુને કાયર પાકિસ્તાની આતંકવાદીઓએ નિશાન બનાવીને મારી નાખ્યા હતા. પાકિસ્તાન કાશ્મીરમાં રક્તપાત ઇચ્છે છે. પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરીઓના દુશ્મન છે.

LG બોલ્યા- ચુન ચુન કર મારેંગે

LG બોલ્યા- ચુન ચુન કર મારેંગે

જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે આ હુમલા પાછળ જે પણ હશે તેને બક્ષવામાં આવશે નહીં. આ હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે અમે આતંકવાદીઓને ચુન ચુન કે મારેંગે. એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મનોજ સિન્હા સંપૂર્ણ નિષ્ફળ છે. સુરક્ષાને કારણે કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ હવે કાશ્મીરી પંડિતો ઘાટીમાં સુરક્ષિત નથી. જણાવી દઈએ કે છેલ્લા ચાર મહિનામાં આતંકીઓએ ઘાટીમાં ચાર ટાર્ગેટ કિલિંગ કર્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X