જમ્મુ કાશ્મીરઃ બડગામ એનકાઉન્ટરમાં માર્યા ગયા 3 આતંકી, સર્ચ અભિયાન ચાલુ
કાશ્મીરના બડગામ જિલ્લામાં ચાડૂરા વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે કાલ રાતથી અથડામણ ચાલી રહી છે.
શ્રીનગરઃ કાશ્મીરના બડગામ જિલ્લામાં ચાડૂરા વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે કાલ રાતથી અથડામણ ચાલી રહી છે જેમાં 3 આંતકી ઠાર મરાયા હોવાના સમાચાર છે. બંને તરફથી ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરીને રાખ્યો છે. આ અંગે માહિતી આપીને પોલિસે જણાવ્યુ કે ચાડૂરા વિસ્તારના જાલૂવા ગામમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના સુરક્ષાબળોને મળી હતી ત્યારબાદ જવાનોએ ગામમાં સર્ચ અભિયાન શરુ કર્યુ અને આખા વિસ્તારને ઘેરી લીધુ.

ચારે તરફથી ઘેરાયેલા હોવાના કારણે આતંકવાદીઓ ફાયરિંગ શરુ કરી દીધુ. પહેલા તો જવાનોએ બધાને સરેન્ડર કરવાની અપીલ કરી પરંતુ જ્યારે ન માન્યા તો જવાનોએ વળતુ ફાયરિંગ કર્યુ જેમાં એક આતંકી માર્યો ગયો છે. હાલમાં આખો વિસ્તાર ગાઢ ધૂમ્મસની ચપેટમાં છે પરંતુ પોલિસ અને જવાનો આખા વિસ્તારને ઘેરી રાખ્યો છે જેથી આતંકી ધૂમ્મસનો ફાયદો ઉઠાવીને ભાગી ન નીકળે. સર્ચ અભિયાન ચાલુ છે.
માર્યો ગયો હતો લશ્કર આતંકી સલીમ પર્રે
તમને જણાવી દઈએ કે 3 જાન્યુઆરીએ શ્રીનગરના શાલીમાર પાર્ક વિસ્તારમાં અમુક આતંકવાદીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા હતા. આના પર જમ્મુ કાશ્મીર પોલિસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ, સીઆરપીએફ અને સેનાની રાષ્ટ્રીય રાઈફલે સંયુક્ત અભિયાન શરુ કર્યુ અને વિસ્તારને ઘેરી લીધુ હતુ અને આતંકવાદીઓએ ચારે તરફથી ખુદને ઘેરાતા જોઈ જવાનો પર ગોળીઓ ચલાવવાનુ શરુ કરી દીધુ જેના પર સેના તરફથી વળતી કાર્યવાહી કરવામાં આવી. આ એનકાઉન્ટરમાં લશ્કર આતંકી સલીમ પર્રે અને વધુ એક પાકિસ્તાની આતંકી હાફિઝ ઉર્ફે હમજા માર્યો ગયો હતો. આ બંનેની લાંબા સમયથી પોલિસને શોધ હતી. તેમની પાસેથી ભારે માત્રામાં દારુ-ગોળો મળ્યો હતો.
ઘાટીના કરવામાં આવી રહી છે આતંકીઓથી મુક્ત
તમને જણાવી દઈએ કે હાલમાં ઘાટીમાં આતંકીઓનો ખાતમો કરવાનુ અભિયાન ચાલી રહ્યુ છે. હાલમાં જ જમ્મુ કાશ્મીર પોલિસે માહિતી આપી હતી હવે કાશ્મીરમાં કુલ આતંકવાદીઓની સંખ્યા 200થી ઓછી થઈ ગઈ છે. પોલિસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ, સીઆરપીએફ અને સેનાનુ સંયુક્ત અભિયાન સતત ઘાટીમાંથી આતંકવાદીઓના ખાતમામાં લાગેલુ છે.
One terrorist neutralised in an encounter that broke out at Zolwa Kralpora Chadoora area of Budgam. Operation is underway, details awaited: Kashmir Zone Police
— ANI (@ANI) January 7, 2022












Click it and Unblock the Notifications
