શ્રીનગરમાં ભાજપ કાર્યાલયની બહાર વિસ્ફોટ

Written By:
Subscribe to Oneindia News

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત ભાજપ કાર્યાલય પાસે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે કોઇ નુકસાન થયું હોવાની ખબર નથી. પોલીસ અનુસાર, આ વિસ્ફોટ ઘણો મોટો અને તેજ હતો, પરંતુ હુમલામાં ગ્રેનેડનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો, આ કારણે કોઇ નુકસાન નથી થયું. આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે તપાસની કામગીરી હાથ ધરી છે.

blast near bjp office in Srinagar

શનિવારે રાત્રે લગભગ 8 વાગે થયો હતો, જેમાં ભાજપ કાર્યાલયની એક દિવાલ પડી ગઇ હતી. આ પહેલાં 2 માર્ચના રોજ કેરળના કોઝીકોડના નદાપુરમમાં મોડી રાત્રે આરએસએસ કાર્યાલયની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં આરએસએસના 4 કાર્યકર્તા ઇજાગ્રસ્ત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો સફાયો કરવા માટે છેલ્લા કેટલાયે મહિનાથી ભારતીય સેના 'ઑપરેશન ઑલ આઉટ' હાથ ધર્યું છે, જેમાં ઘણા મોટા આંતકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ભાજપ કાર્યાલય બહાર થયેલ આ ઘટના પહેલા જ સેનાએ શોપિયાંમાં એક ગામમાં આતંકવાદીઓને પકડવા માટે તપાસ અભિયાન હાથ ધર્યું હતું.

English summary
Jammu & Kashmir: Blast near BJP office in Srinagar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.