જમ્મુ કાશ્મીર: રજા પર આવેલા જવાનને આતંકીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી
દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને એક સીઆરપીએફ જવાનની હત્યા કરી નાખી છે. આ જવાનનું નામ નસીર અહમદ રાથેર હતું.
દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને એક સીઆરપીએફ જવાનની હત્યા કરી નાખી છે. આ જવાનનું નામ નસીર અહમદ રાથેર હતું. નસીર અહમદ સીઆરપીએફની 134મી બટાલિયનમાં હતો અને તે રજા પર હતો. ગોળી વાગવાને કારણે નસીરને પુલવામાં આવેલા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરો ઘ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં અવારનવાર આતંકીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે મુઠભેડ થતી રહી છે.

જમ્મુ કાશ્મીરમાં હાલમાં સત્તા પર રહેલા નેતાઓ ઘ્વારા નિવેદન આપવામાં આવે છે કે પરિસ્થિતિ કાબુમાં છે. પરંતુ અવારનવાર રજા પર ગયેલા જવાનોની મૃત્યુ દેશના લોકોને દુઃખી કરે છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસમાં કાશ્મીરના આ ચોથા સુરક્ષાકર્મીની હત્યા છે. આતંકીઓ હવે કાશ્મીરના રહેનાર સુરક્ષાકર્મીઓને નિશાનો બનાવી રહ્યા છે. ઈદ પહેલા આતંકીઓ ઘ્વારા સેનાના રાઇફલમેન ઔરંગઝેબનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી.
ત્યારપછી શોપિયાંમાં રજા પર ગયેલા પોલીસકર્મી જાવેદ અહેમદ ડારની તેના ઘર પાસેથી અપહરણ કરીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. ગયા અઠવાડિયે કુલગામમાં એસપીઓ થી પોલીસકર્મી બનેલા સલીમ શાહનું પણ અપહરણ કરીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. શુક્રવારે પણ આઇપીઓ જવાનનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું પરંતુ પરિવારની અપીલ પર તેમને છોડી દેવામાં આવ્યા હતા.
1 CRPF Jawan dead after he was shot by terrorists in Pulwama, South Kashmir.
— ANI (@ANI) July 29, 2018
More details awaited. #JammuAndKashmir
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
