Jammu Kashmir Election : કાશ્મીરમાં પહેલા ચરણના મતદાનમાં 23 લાખ મતદાતા મતનો ઉપયોગ કરશે
Jammu Kashmir Assembly Election 2024 : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર થમી ગયા બાદ 18 ઓક્ટોબરે પહેલા ચરણનું મતદાન યોજાશે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પુરો થતા પહેલા બીજેપી અને કોંગ્રેસ સહિત તમામ સ્થાનિક પાર્ટીઓએ પુરી તાકાત લગાવી દીધી છે.

અમિત શાહે કિશ્તવાડ અને રામબન જિલ્લામાં ત્રણ રેલીઓને સંબોધિત કરી તો કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો હાથ બદલેગા હાલાત જાહેર કર્યો છે.
ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કુદરતી આફતોના કિસ્સામાં 100 ટકા પાક વીમા સહિત ઘણા કલ્યાણકારી પગલાંનું વચન આપ્યું છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે છે. 219 ઉમેદવારોએ ચૂંટણી લડી રહ્યાં છે.
પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે જમ્મુના ડોડા, કિશ્તવાડ અને રામબન ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલી ચિનાબ ખીણની આઠ બેઠકો તેમજ અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ઓગસ્ટ 2019 માં કલમ 370 રદ થયા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે.
ચૂંટણી પંચ અનુસાર, કુલ 23.27 લાખ મતદારો મતદાન કરવા માટે લાયક છે અને તેઓ 219 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓએ એક મહિના પહેલા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી સતત પ્રચાર કરી રહ્યાં છે.
કુલ 3,276 મતદાન કેન્દ્રોમાં 2,974 કેન્દ્રો ગ્રામીણ વિસ્તારોમાં અને 302 શહેરી વિસ્તારોમાં હશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 14,000થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે.












Click it and Unblock the Notifications
