Jammu Kashmir Elections : કઠુઆમાં ભાષણ આપતા સમયે મલ્લિકાર્જુન ખડગેની તબિયત બગડી, જાણો કેવી છે તબિયત?
Jammu Kashmir Assembly Election 2024 : જમ્મૂ-કાશ્મીરમાં અંતિમ તબક્કા માટે પ્રચાર આજે થંભી ગયો છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કઠુઆ પહોંચ્યા હતા. અહીં મંચ પર ભાષણ આપતા સમયે અચાનક તેમની તબિયત લથડી.
તબિયત બગડતાં ખડગેએ ભાષણ વચ્ચે જ રોકી દીધું. આ દરમિયાન પાર્ટીના કાર્યકરોએ તેમના હાથ પકડીને તેમને કુર્સી પર બેસાડ્યા. આ પછી ડોક્ટરોને ચેકઅપ માટે બોલાવવામાં આવ્યા અને હોસ્પિટલ ખસેડાયા.

ખડગેની તબિયતને લઈને કર્ણાટકના મંત્રી અને તેમના પુત્ર પ્રિયંક ખડગેને X પર લખ્યું કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને જમ્મૂ-કાશ્મીરના જસરોટા ખાતે એક જાહેર સભાને સંબોધન કરતાં થોડી અસ્વસ્થતા અનુભવાઈ. તેમની મેડિકલ ટીમે તપાસ કરી છે અને થોડા લો બ્લડ પ્રેસર સિવાય બધુ ઠીક છે. તેમનો સંકલ્પ અને લોકોની શુભકામનાઓ તેમને મજબૂત રાખે છે.
કોંગ્રેસ નેતા અને સામાજિક કાર્યકર ઠાકુર બોલબીર સિંહે જણાવ્યું કે, તેમને અત્યંત ગરમીને કારણે ઘુટનની સમસ્યા થઈ હતી. તેમણે પોતાનું ભાષણ પૂરું કર્યું અને તેઓ થોડા સમય આરામ કર્યા બાદ તેઓ રામનગરમાં એક અન્ય કાર્યક્રમ માટે જવાના થયા છે.
બીજી તરફ ખડગેએ મંચ પરથી જણાવ્યું કે, આ લોકો (કેન્દ્ર સરકાર) કદી ચૂંટણી કરાવવા માંગતા નહોતા. જો તેઓ ઈચ્છતા તો એક જ વર્ષમાં જ ચૂંટણી કરાવી લેતા. સુપ્રિમ કોર્ટેના આદેશ પછી તેઓ ચૂંટણી માટે તૈયાર થયા. પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 10 વર્ષોમાં ભારતના યુવાનોને કઈ જ આપ્યુ નથી.
તેઓએ વધુમાં કહ્યું કે, અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા લડશું. હું 83 વર્ષનો છું, હું એટલી જલદી મરવાનો નથી. હું ત્યા સુધી જીવતો રહીશ, જ્યાં સુધી પ્રધાનમંત્રી મોદી સત્તા પરથી દૂર નહીં થાય.












Click it and Unblock the Notifications
