જમ્મુ કાશ્મીર: બાંદીપોરામાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો
જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં હાજીન વિસ્તારમાં સેનાની આતંકીઓ સાથે ઝડપ ચાલી રહી છે.
જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં હાજીન વિસ્તારમાં સેનાની આતંકીઓ સાથે ઝડપ ચાલી રહી છે. મળતી જાણકારી અનુસાર આ વિસ્તારમાં 2-3 આતંકીઓ સંતાયા છે, જેને સેનાના જવાનો ઘ્વારા ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યા છે. સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો છે. એન્કાઉન્ટર જોતા આસપાસના વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ સ્થાનીય લોકોને ઘટનાસ્થળથી દૂર કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે પણ સેનાએ અનંતનાગના મુનવાઈ વિસ્તારમાં બે આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા.

બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં સીઆરપીએફ જવાનો અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો શામિલ હતા. એન્કાઉન્ટર દરમિયાન કોઈ પણ પ્રકારની અફવાહો નહીં ફેલાય એટલા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ઘણા કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટર પછી સેનાને બંને આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી છે. ત્યારપછી આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
