જમ્મુ-કાશ્મીરઃ બડગામ અને શોપિયામાં એનકાઉન્ટર, 3 આતંકવાદી ઠાર, 1 પોલિસકર્મી શહીદ

જમ્મુ-કાશ્મીરના બડગામ અને શોપિયા વિસ્તારમાં શુક્રવારે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટરના સમાચાર છે.

Jammu Kashmir encounter in Budgam: જમ્મુ-કાશ્મીરના બડગામ અને શોપિયા વિસ્તારમાં શુક્રવારે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટરના સમાચાર છે. શોપિયામાં ગુરુવારે મોડી રાતથી અથડામણ ચાલુ છે. બડગામમાં શુક્રવારે સવારે એનકાઉન્ટર શરૂ થયુ. કાશ્મીર ઝોન પોલિસના જણાવ્યા મુજબ શોપિયા એનકાઉનટ્રમાં આતંકવાદી માર્યા ગયા છે. જેમની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ પોલિસ અને સુરક્ષાબળ બંનેએ સંયુક્ત રીતે મોરચો સંભાળ્યો છે અને સર્ચ ઑપરેશન પણ ચાલુ છે. આઈજીબી કાશ્મીર વિજય કુમારે કહ્યુ કે શોપિયા એનકાઉન્ટરમાં લશ્કરના 3 આતંકીઓ માર્યા ગયા છે.

srinagar

વળી, બડગામમાં ચાલી રહેલ ઑપરેશનમાં એક પોલિસકર્મી એસપીઓ મોહમ્મદ અલ્તાફ શહીદ થઈ ગયા છે. એક અન્ય પોલિસકર્મી એસજી સીટી મંજૂર અહેમદ ઘાયલ થઈ ગયા છે. બડગામના બીરવાહ વિસ્તારથી લઈને શોપિયા સુધી સેનાએ સર્ચ ઑપરેશન ચલાવ્યુ છે. સુરક્ષાબળોને સૂચના મળી હતી કે બડગામ વિસ્તારમાં આતંકીવાદી છૂપાયા છે.

સૂચના મેળવીને પોલિસ અને સુરક્ષાબળોએ વિસ્તારમાં ગયા તો આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કરી દીધુ. ત્યારબાદ બંને વચ્ચે એનકાઉન્ટર શરૂ થઈ ગયુ. આ એનકાઉન્ટર એવા સમયમાં થયુ જ્યારે વિદેશી રાજદૂતોનુ એક દળ કાશ્મીર ઘાટીની સ્થિતિ જાણવા માટે પ્રવાસ પર આવેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X