For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: ધમકીઓની વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં પહેલા તબક્કાનું મતદાન ચાલુ

Live: જમ્મુ અને કાશ્મીરમાં પહેલા તબક્કાનું મતદાન ચાલુ

|
Google Oneindia Gujarati News

જમ્મુઃ નેશનલ કોન્ફ્રન્સ અને પીડીપી દ્વારા બહિષ્કાર છતાં જમ્મુ અને કાશ્મીરમાં આજે પંચાયતી ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. અલગાવવાદીઓએ પણ ચૂંટણીનો બહિષ્કાર કરતા બંધનું એલાન કર્યું છે. જ્યારે આતંકવાદીઓએ ચૂંટણીમાં ભાગ લેનારાઓને નિશાન બનાવવાની ધમકી આપી છે. પંચાયતી ચૂંટણીના પહેલા તબક્કામા 536 સરપંચ મતદાર ક્ષેત્રોમાં 427 ઉમેદવારો મેદાનમાં છે. 4048 પંચ વૉર્ડ માટે 5951 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. પંચાયતી ચૂંટણીના પહેલા ચરણમાં કશ્મીર ઘાટીના 6 જિલ્લા, લદ્દાખના 2 જિલ્લા અને જમ્મુ તથા કાશ્મીરના 7 જિલ્લામાં આજે મતદાન ચાલી રહ્યું છે.

election

Newest First Oldest First
11:22 AM, 17 Nov

શ્રીનગરના બલ્હમામાં પણ વોટિંગ શરૂ છે, આકરી સુરક્ષા વચ્ચે જમ્મૂ-કાશ્મીરમાં પંચાયતી ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.
11:21 AM, 17 Nov

ઉધમપુરમાં પણ મતદાન થઈ રહ્યું છે, લોકોમાં પણ વોટિંગને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલિંગ બૂથ પર સુરક્ષાકર્મીઓ પણ તહેનાત છે.
11:05 AM, 17 Nov

આતંકવાદીઓની ધમકીઓ અને અલગાવવાદીઓના ચૂંટણીના બહિષ્કારના ફરમાનની વચ્ચે પંચાયતી ચૂંટણીમાં ઉમેદવારોથી લઈને મતદાતાઓની સુરક્ષા માટે 40 હજારથી વધુ સુરક્ષાકર્મી તહેનાત છે.
11:03 AM, 17 Nov

જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી ચૂંટણી 2011માં થઈ હતી, એવામાં ગ્રામીણ વિસ્તારોમાં આ સમયે પંચાયતી ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
11:03 AM, 17 Nov

પંચાયતી ચૂંટણી દરમિયાન મતદાન 17 નવેમ્બરથી શરૂ થઈને 11 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન 316 બલ્ૉકમાં 4483 પંચાયતી મતદાનક્ષેત્રોના 3506 પંચ ચૂંટણી ક્ષેત્ર માટે 58 લાખ 54 હજાર 208 મતદાતા વોટ નાખશે.
11:01 AM, 17 Nov

ગંધેરબાલમાં પણ વોટિંગ યથાવત, મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સ્થાનીય દળોના બહિષ્કાર છતાં પોલિંગ બૂથ પર ભીડ જવા થવા લાગી
11:00 AM, 17 Nov

રાજૌરીમાં મતદાન યથાવત, આતંકવાદીઓએ આપી ધમકી, અલગાવવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો.
10:59 AM, 17 Nov

જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન શરૂ, રાજૌરીમાં પણ થઈ રહ્યું છે મતદાન
10:59 AM, 17 Nov

જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીની પહેલા તબક્કા માટે મતદાન શરૂ, મતદાતાઓમાં ઉત્સુકતા જોવા મળી, ચૂંટણી અધિકારીઓએ પણ મતદાનને લઈને તૈયારીઓ પૂરી કરી લીધી છે.

English summary
Jammu Kashmir first phase of Panchayat polls Voting live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X