J&K: અનંતનાગમાં ડિસી ઑફિસ પર આંતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, 10 લોકો ઘાયલ
J&K: અનંતનાગમાં ડિસી ઑફિસ પર આંતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, 10 લોકો ઘાયલ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં શનિવારે આતંકી હુમલો થયો. બાઈક પર આવેલ કેટલાક આતંકીઓએ અહીં ડેપ્યૂટી કમિશ્નરની ઑફિસ બહાર ગ્રેનેડ ફેંક્યો. આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. અનંતનાગ દક્ષિણ કાશ્મીરનો આ વિસ્તાર આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત છે.

સમગ્ર વિસ્તારને ચારો તરફથી ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે જેમાં એક ટ્રાફિક પોલીસકર્મી અને એક પત્રકાર પણ સામેલ છે. જે લોકો ઘાયલ થયા છે તેમને સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસ મુજબ સુરક્ષાબળોએ આતંકીઓની તલાશ તેજ કરી દીધી છે.
Jammu & Kashmir: Grenade attack outside deputy commissioner's office in Anantnag; more details awaited https://t.co/Oznku8Qw6C
— ANI (@ANI) October 5, 2019












Click it and Unblock the Notifications
