For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ નવા આતંકી સંગઠન PAFFએ પુંછ હુમલાની લીધી જવાબદારી, જાહેર કર્યો Video

એક નવા આતંકવાદી જૂથ પીપલ્સ એંટી ફાસિસ્ટ ફ્રંટ(PAFF)એ સોમવારે જમ્મુ કાશ્મીરના પુંછ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા(એલઓસી) પર થયેલ અથડામણની જવાબદારી લીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક નવા આતંકવાદી જૂથ પીપલ્સ એંટી ફાસિસ્ટ ફ્રંટ(PAFF)એ સોમવારે જમ્મુ કાશ્મીરના પુંછ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા(એલઓસી) પર થયેલ અથડામણની જવાબદારી લીધી છે. આ સાથે જ આની સાથે જોડાયેલ એક 8 મિનિટનો વીડિયો જાહેર કર્યો છે. આ અથડામણમાં અત્યાર સુધી 9 ભારતીય જવાનો માર્યા ગયાછે. આ વીડિયો ટેલીગ્રામ એપ પર ઘણી ચેનલો દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કાશ્મીરી બોલીમાં 11 ઓક્ટોબર આસપાસની ઘટનાઓ વિશે જણાવી રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે બે અજ્ઞાત આતંકવાદીઓએ આગલા દિવસે(11 ઓક્ટોબર) સવારે પોતાના ડેરા પર ઘાત લગાવતા પહેલા 10 કલાક સુધી સેનાના એક પેટ્રોલિંગ દળને ટ્રેક કર્યુ હતુ.

encounter

વીડિયોમાં જે બધી વાતો જણાવી રહ્યો છે, તેને સ્ટ્રાઈક ટીમના નેતા તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. તે વીડિયોમાં કહે છે, 11 ઓક્ટોબરે સાંજે લગભગ 4.30 વાગે ચમેરર ગલી પાર કરી. આતંકવાદીઓએ એ પણ દાવો કર્યો છે કે તે હરજીત સિંહ તરીકે ઓળખાતા ભારતીય સેનાના જવાનની એક બેગ લઈ ગયા જેમાં હાથથથી લખેલ ઓળખપત્ર, ઈંસ્ટન્ટ નૂડલ્સનુ પેકેટ, વેફર્સ અને એક પર્સનલ ગ્રૂમિંગ કીટ હતી.

જો કેભારતીય સેનાના એક સૂત્રએ વીડિયોના પ્રચારને અપરિપક્વ પ્રયાસ કહ્યો છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે જવાન હરજીત સિંહ જીવિત હતો અને તેની પાસે તેનુ આઈકાર્ડ પણ નહોતુ. સેનાએ કહ્યુ છે કે વીડિયોમાં કોઈ સચ્ચાઈ નથી. તેમછતાં અમે સચ્ચાઈ તપાસી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સેનાએ 9 જવાનોની હત્યામાં શામેલ આતંકવાદીઓને શોધવા માટે પુંછ અને રાજોરીના વન વિસ્તારોમાં વ્યાપક સર્ચ અભિયન શરૂ કર્યુ છે. 11 ઓક્ટોબરના દિવસે જે ભારતીય સૈનિકોના અથડામણમાં મોત થઈ ગયા હતા, તેમની ઓળખ જસવિંદર સિંહ, મનદીપ સિંહ, ગજ્જન સિંહ, સરાજ સિંહ અને વૈશાખ એચ તરીકે થઈ. સેનાએ 14 ઓક્ટોબરે કહ્યુ કે સૂબેદાર અજય સિંહ અને નાયક હરેન્દ્ર સિંહના શબ જપ્ત કરવામાં આવ્યા જ્યારે રાઈફલમેન વિક્રમ સિંહ નેગી અને એક અન્ય અથડામણમાં યોગંબર સિંહ માર્યા ગયા છે.

English summary
Jammu Kashmir: New terror group PAFF claims responsibility for Poonch incident when 9 Indian army personnel martyred
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X