For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચતું બિલ રાજ્યસભામાં પાસ

જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચતું બિલ રાજ્યસભામાં પાસ

|
Google Oneindia Gujarati News

સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો રહ્યો. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા સંબંધી સંકલ્પની સાથે રાજ્ય પુનર્ગઠન બિલ અને આરક્ષણ સંશોધન બિલ રજૂ કર્યું જેને સદનમાં મંજૂરી મળી ગઈ છે. પુનર્ગઠન બિલ પર થયેલ વોટિંગમાં બિલના પક્ષમાં 125 અને વિરુદ્ધમાં 61 વોટ પડ્યા. આ વિષય પર દિવસભર વિપક્ષનો જોરદાર હંગામો પણ જોવા મળ્યો છે. હવે લોકસભામાં મંગળવારે આ બિલ અને સંકલ્પ પર ચર્ચા થશે.

article 370

જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચતું બિલ આજે રાજ્યસભામાં પાસ થઈ ગયું છે, કેટલીક વિપક્ષી પાર્ટીઓએ બિલનો વિરોધ કરી સદનમાંથી વૉક આઉટ પણ કર્યું હતું. જ્યારે અમુકે સરકારને આ મામલે સાથ આપ્યો હતો. આ બિલમાં સરકારના પક્ષમાં વોટ કર્યો તેમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી, નવિન પટનાયકની બીજુ જનતાદળ, જગન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ, એન ચંદ્રબાબુ નાયડૂની તેલુગુ દેશમ પાર્ટી અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે.

242 સભ્યોની રાજ્યસભામાં રૂલિંગ એનડીએ અલાયન્સના 107 સ્ભ્યો છે જે 121ના બહુમતથી ઓછા છે. જો કે તૃણમુલ કોંગ્રેસ જેમના 13 સભ્યો છે તેમણે અને ભાજપની સાથી પાર્ટી નિતિશ કુમારની જનતા દળ યૂનાઈટેડે વોટિંગનો બહિષ્રા કરી વૉક આઉટ કર્યું હતું. જો કે બિલના પક્ષમાં 125 વોટ પડતાં આ બિલ રાજ્યસભામાં આસાનીથી પાસ થઈ ગયું.

આ બિલમાં જમ્મુ અને કાશ્મીરથી લદ્દાખને અલગ કરી બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપાનું પ્રાવધાન સામેલ છે. જણાવી દઈએ કે રાજ્યસભામાં સોમવારે સવારે ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ 370ને હટાવવા અને જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ રજૂ કર્યો, જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. મોદી સરકારે ઐતિહાસિક ફેસલો કરતા જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35એ હટાવી દીધા છે.

ભારતના નકશામાં આવી રીતે બદલ્યો જમ્મુ અને કાશ્મીરનો નકશોભારતના નકશામાં આવી રીતે બદલ્યો જમ્મુ અને કાશ્મીરનો નકશો

English summary
jammu kashmir reorganisation bill 2019 passed in rajyasabha with 125 votes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X