3 ભાજપ કાર્યકર્તાઓની હત્યામાં શંકાસ્પદ લશ્કર આતંકી ઝહૂર અહેમદની ધરપકડ
જમ્મુ કાશ્મીર પોલિસે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઝહૂર અહેમદ રાથરની સાંબા જિલ્લાથી ધરપકડ કરી છે.
Jammu Kashmir News: જમ્મુ કાશ્મીર પોલિસે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઝહૂર અહેમદ રાથર(Zahoor Ahmad Rather)ની સાંબા જિલ્લાથી ધરપકડ કરી છે. ઝહૂર અહેમદ રાથર કુલગામ જિલ્લામાં ગયા વર્ષે ત્રણ ભારતીય જનતા પાર્ટી(BJP) કાર્યકર્તાઓની હત્યાઓનો શંકાસ્પદ આરોપી છે. પોલિસને શંકા છે કે આતંકી ઝહૂર અહેમદ રાથરે ત્રણ ભાજપ કાર્યકર્તાઓ ઉપરાંત કુલગામના ફર્રાહ વિસ્તારમાં એક પોલિસકર્મીની હત્યા કરી છે. પોલિસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલ આતંકી ઝહૂર અહેમદ લશ્કર-એ-તૈયબા કે પછી ટીઆરએફ(ધ રેજિસ્ટંસ ફ્રંટ)નો સભ્ય છે. આગળની તપાસ માટે ધરપકડ કરાયેલ આતંકી ઝહૂર અહેમદને કાશ્મીર લાવવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના કુલગામ(Kulgam) જિલ્લામાં આતંકવાદીઓએ ભાજપ યુવા મોરચાના મહાસચિવ સહિત ત્રણ કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના ઓક્ટોબર 2020ની છે. હુમલાની જવાબદારી એ વખતે લશ્કર-એ-તૈયબાના સમર્થક આતંકી જૂથ ધ રેસિસટન્સ ફ્રંટ(TRF)એ લીધી હતી. પીએમ મોદીએ પણ આ ઘટનાની નિંદા કરી હતી.
તમને જણાવી દઈએ કે આતંકી જૂથ ધ રેસિસટન્સ ફ્રંટે ભાજપ કાર્યકર્તાની હત્યા પહેલા પણ આમ કરવાની ધમકી આપી હતી. જ્યારે ઓક્ટોબર 2020માં ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે કારમાં વાઈકે પોરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. પોલિસ એ વખતે આપેલા નિવેદન મુજબ આતંકીઓએ હત્યા રાતે લગભગ 8 વાગે કરી હતી. હોસ્પિટલ પહોંચતા પહેલા જ ત્રણ કાર્યકર્તાઓએ દમ તોડી દીધો હતો.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
