ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદીનું નિધન

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદીનું નિધન

ગુરુવારે સવારે 8 વાગે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદીનું નિધન થયું છે. તે ખરાબ તબિયતના કારણે 22 ડિસેમ્બરથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. સઇદીની ઉંમર 80 વર્ષની હતી. અને તેમના છાતીમાં દુખાવો થવાના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગત વર્ષ જ માર્ચમાં તેમણે બીજેપી-પીડીપી સાથે ગઠબંધન વાળી સરકાર જમ્મુ કાશ્મીરમાં બનાવી હતી.

મેહબૂબા મુફ્તી બનશે જમ્મુ કાશ્મીરની નવી મુખ્યમંત્રી

મેહબૂબા મુફ્તી બનશે જમ્મુ કાશ્મીરની નવી મુખ્યમંત્રી

મુફ્તી મોહમ્મદ સઇદીના નિધન બાદ તેમની પુત્રી મેહબુબા મુફ્તી જમ્મુ કાશ્મીરની નવી મુખ્યમંત્રી બનશે તે વાત નક્કી છે. જો કે આ બાબતે કોઇ અધિકૃત જાહેરાત નથી થઇ. પણ મુફ્તી પણ મેહબુબાની જ તેની ગાદી સોપવા માંગતા હતા અને ભાજપને પણ આ વાતથી કંઇક ખાસ વાંધો નથી. નોંધનીય છે કે પીડીપીના ચૂંટણી પ્રસાર વખતે મહેબુબા મુફ્તીએ ભારે મહેનત કરીને તેની પાર્ટીને જીત અપાવી હતી.

વિરોધ પ્રદર્શનની વચ્ચે આજે પહેલી વાર FTIIનું કામકાજ સંભાળશે ગજેન્દ્ર ચૌહાણ

વિરોધ પ્રદર્શનની વચ્ચે આજે પહેલી વાર FTIIનું કામકાજ સંભાળશે ગજેન્દ્ર ચૌહાણ

પાછલા 6 મહિનાથી ભારે વિરોધ સહન કર્યા બાદ આજે ગજેન્દ્ર ચૌહાણ કેમપ્સમાં થનારી સભામાં ભાગ લેશે. નોંધનીય છે કે તેમને ફિલ્મ અને ટેલિવિઝન ઇનસ્ટીટ્યૂટના નવા અધ્યક્ષ બનાવ્યા ત્યારથી તેમનો વિરોધ થઇ રહ્યો છે. જો કે સ્થિતિની ગંભીરતાને જોતા પોલિસે સંસ્થાના 17 છાત્રોને નોટિસ આપી છે કે તે કોઇ પણ પ્રકારનો કાંકચી ચાળો ના કરે.

અનંતનાગમાં આતંકીઓએ કર્યો સીઆરપીએફ કેમ્પ પર હુમલો

અનંતનાગમાં આતંકીઓએ કર્યો સીઆરપીએફ કેમ્પ પર હુમલો

હજી જ્યાં દેશ પઠાણકોટના આતંકી હુમલાથી બહાર નથી આવ્યું ત્યાં જ બુધવાર સાંજે જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મોમિનાબાદમાં સીઆરપીએફના કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ખબરો મુજબ ત્રણ જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સેનાએ આ બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અને સૈનિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રવાસન મંત્રાલયે કહ્યું આમીર ખાન જ છે અતૂલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર

પ્રવાસન મંત્રાલયે કહ્યું આમીર ખાન જ છે અતૂલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર

પ્રવાસન મંત્રાલયે કહ્યું કે આમીરને અતૂલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નથી નીકળામાં આવ્યો. આ તમામ ખબરો તદ્દન ખોટી છે. નોંધનીય છે કે મોટા ભાગના સમાચારોમાં કહેવામાં આવી રહ્યું છે કે આમીર ખાનની અસહિષ્ણુતા વાળી કમેન્ટના કારણે તેને અતૂલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી નીકાળવામાં આવ્યો છે. પણ પ્રવાસન મંત્રાલયે આ બાબતે રદિયો આપતા કહ્યું છે કે આ તમામ વાતો ખોટી છે અને આમીર જ છે અતૂલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર.

માલદામાં સાંપ્રદાયિક હિંસામાં 10ની મોત, પોલિસ સ્ટેશનને આગ ચંપાઇ

માલદામાં સાંપ્રદાયિક હિંસામાં 10ની મોત, પોલિસ સ્ટેશનને આગ ચંપાઇ

પશ્ચિમ બંગાળમાં અખિલ ભારત હિંદૂ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ઇસ્લામ વિરુદ્ધ વિવાદીત નિવેદન આપતા માલદામાં કોમી રમખાણ થતા 10 લોકોની મોત થઇ છે. હિંસા બાદ સંપૂર્ણ વિસ્તારમાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. વધુમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ 18 જાન્યુઆરીએ માલદા આવવાના છે. માલદામાં અલ્પસંખ્યક હિંદૂ સમુદાયને પોતાના ઘરમાં પુરાઇ રહેવાનો વારો આવ્યો છે. વધુમાં કાલિયાચક પોલિસ સ્ટેશન પણ આગના હવાલે કરી દેવામાં આવ્યું છે.

ડિસેમ્બરમાં શરૂ થશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ

ડિસેમ્બરમાં શરૂ થશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ

ભાજપાના નેતા સુબ્રમાણ્યમ સ્વામીએ અયોધ્યા મંદિર નિર્માણની તારીખની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું કામ શરૂ થઇ જશે. સાથે જ 9 જાન્યુઆરી આ અંગેનો એક્શન પ્લાન ઘડવામાં આવશે. જો કે સ્વામીએ કહ્યું કે રામ મંદિર કોઇ પણ પ્રકારના આંદોલન વગર કરવામાં આવશે.

બોમ્બની અફવાથી વલસાડમાં ટ્રેન રોકવામાં આવી

બોમ્બની અફવાથી વલસાડમાં ટ્રેન રોકવામાં આવી

નનામા પત્ર દ્વારા મુંબઇ દિલ્હી અગસ્તક્રાંતિ ટ્રેનમાં બોમ્બ મૂકાયો હોવાની બાતમી મળતા વલસાડ સ્ટેશન પર અગસ્તક્રાંતિ ટ્રેનને રોકી પોલિસ, બોમ્બ સ્કવોર્ડ તપાસ આદરી હતી લગભગ 1 કલાક ચાલેલી આ તપાસમાં કંઇ શંકાસ્પદ વસ્તુના મળતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

ચીનના લીધે ભારતીય શેરબજાર પર ગાબડું

ચીનના લીધે ભારતીય શેરબજાર પર ગાબડું

ચીનની બજારોમાં કડાકો બોલાતા તેની સીધી અસર ભારતીય શેર બજારો પર જોવા મળી. બુધવારે સેન્સેક્સ 181.63 પોઇન્ટે બંધ થયો હતો. પણ આજે ખુલતા ફરી 300 પોઇન્ટ પડ્યો હતો અને નિફ્ટીમાં પણ 100 પોઇન્ટનો ધટાડો જોવા મળ્યો હતો.

પત્રકાર જે ડી હત્યાકાંડ કેસમાં છોટા શકિલની ન્યાયિક કસ્ટડીમાં લેવાયો

પત્રકાર જે ડી હત્યાકાંડ કેસમાં છોટા શકિલની ન્યાયિક કસ્ટડીમાં લેવાયો

પત્રકાર જે ડી હત્યાકાંડ કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મકોકા કોર્ટના આદેશ બાદ રાજનને કાનૂની મદદ માંગી હતી. મુંબઇમાં પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યા ચાર વર્ષ પહેલા થઇ હતી. જે બાદ તેના પર સીબીઆઇ તપાસ કરવામાં આવી હતી.

મોદીએ આપી મુફ્તીને શ્રદ્ઘાજંલિ, 7 દિવસનો રાજકીય શોક જાહેર

મોદીએ આપી મુફ્તીને શ્રદ્ઘાજંલિ, 7 દિવસનો રાજકીય શોક જાહેર

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને પીડીપી નેતા મુફ્તી મહોમ્મદ સઇદીના નિધન બાદ તેમને દિલ્હી એરપોર્ટથી શ્રીનગર લઇ જવામાં આવ્યા હતા. જે પહેલા દિલ્હી એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથ સિંહ તેમને પુષ્પાજંલિ અર્પી હતી. વધુમાં જમ્મુ કાશ્મીરમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરવામાં આવી હતી.

પાક. વેબસાઇટને હેક કરી ભારતીય હેકર્સે, આપી શહિદોની શ્રદ્ઘાજંલિ

પાક. વેબસાઇટને હેક કરી ભારતીય હેકર્સે, આપી શહિદોની શ્રદ્ઘાજંલિ

બ્લેક હેટ્સ નામના ભારતીય હેકર્સ ગ્રુપે બુધવારે પાકિસ્તાનની 7 સરકારી વેબસાઇટને હેક કરીને તેની પર શહિદ નિરંજનની પુત્રીની તસવીર મૂકી પઠાણકોટમાં માર્યા ગયેલા શહિદોને અનોખી રીતે શ્રદ્ધાજંલિ આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X