For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચે રજૂ કરી ચાર્જશીટ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાર્દિક પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચે રજૂ કરી ચાર્જશીટ

હાર્દિક પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચે રજૂ કરી ચાર્જશીટ

અમદાવાદમાં આજે ક્રાઇમ બ્રાન્ચે મેટ્રો કોર્ટમાં પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સહિત ચાર સામે 2700 પાનાની ચાર્જશીટ રજૂ કરી. જેમાં તેમના એફએસએલનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટ, સીડીઆર કોલડિટેઇલ, મોબાઇલ ડેટા સમેત રાજ્યભરમાં નોંધેલા FIRના પંચનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટ મુજબ હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ, અલ્પેશ પટેલ અને અમરીશ પટેલ પર રાજદ્રોહ અને રાજ્યભરમાં તોફાનો અને આગચંપી કરી રાજ્યની શાંતિ ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાજકોટમાં સીસીટીવીમાં કેદ થઇ પોલિસની અડોડાઇ

રાજકોટમાં સીસીટીવીમાં કેદ થઇ પોલિસની અડોડાઇ

આ વાત એક મહિના જૂની છે. 12-12-2015ના રોજ રાજકોટમાં અંગત અદાવતે જ્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઇ ત્યારે પરસાણાનગરમાં પોલિસ મોટી સંખ્યામાં ઉતરી સ્થિતિ પર કાબુ મેળવ્યો. પણ આ જ દરમિયાન પોલિસે અને ખુદ પીએસઆઇ એમ.બી.નકુમ દ્વારા વાહનોની તોડફોટ કરવામાં આવી હોય તેવું એક સીસીટીવીમાં બહાર આવ્યું. ત્યારે જે લોકોના વહાનોને નુક્શાન થયું છે તેમણે આ ફૂટેજના આધારે પોલિસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ધાનેરા પાસે દારૂ ભરેલી વાન પલટાતા ગ્રામજનોની લાગી લોટરી

ધાનેરા પાસે દારૂ ભરેલી વાન પલટાતા ગ્રામજનોની લાગી લોટરી

રવિવારે ધાનેરા હાઇ વે પર એક દારૂ ભરેલી પીકઅપ વાન પલટાતા આસપાસના ગામમાં આ વાત આગની જેમ ફેલાઇ ગઇ અને જોત જોતામાં લોકો થેલા ભરેને દારૂની બાટલીઓ ઉપાડવા લાગ્યા. જો કે પોલિસને પણ જાણ થતા તેમણે ગાડી કબ્જે કરીને ફરિયાદ નોંધી પણ ત્યાં સુધીમાં સારો એવો દારૂ લોકો ઉપાડી ગયા હતા.

મહિલા દર્દી ફસાઇ લિફ્ટમાં, લિફ્ટ બની તેની મોતનું કારણ

મહિલા દર્દી ફસાઇ લિફ્ટમાં, લિફ્ટ બની તેની મોતનું કારણ

સુરતની સિવિલ હોસ્પિટલમાં ગત રાતે એક લિફ્ટ બની મહિલાની મોતનું કારણ. 45 મિનિટ સુધી લીફ્ટમાં ફસાયેલી આ મહિલા બહાર નીકળીને ગણતરીના સમયમાં મૃત્યુ પામી જે બાદ તેના પરિવારજનો સિવિલની કામગિરી પર સવાલ ઊભો કર્યો ચે. નોંધનીય છે કે સિવિલમાં આ મહિલાને ચોથે માળેથી MICUમાં ખસેડવામાં આવી રહી હતી. ત્યારે તેની લિફ્ટ અટકાઇ હતી

 ITBP મહિલા બ્રિગેડ કરશે ભારત-ચીન સીમાની સુરક્ષા

ITBP મહિલા બ્રિગેડ કરશે ભારત-ચીન સીમાની સુરક્ષા

ઇન્ડો તિબેટ બોર્ડર પર હવે 500 જેટલી મહિલા કોન્સટેબલ માર્ચ કરશે અને સીમા સુરક્ષામાં સક્રિય હિસ્સેદારી લેશે. 44 અઠવાડિયાની સખત ટ્રેનિંગ બાદ આઇટીબીપીની મહિલાઓ ભારતીય ઇતિહાસ પર એક નવો અધ્યાય રચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર રાજ્યના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર રાજ્યના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસના પૂર્વોત્તર રાજ્યના પ્રવાસ પર નીકળ્યા છે. તે આજે બપોરે ત્રણ વાગે ગંગટોક પહોંચશે. ત્યારે તેમણે આ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોના સર્વાંગી વિકાસની વાત કરી. તેમણે કહ્યું કે સિક્કમ અને અસમમાં હું આ વાત સુનિશ્ચિત કરીશ કે તેમના સર્વાંગી વિકાસ થાય.

એક્ટક નવાઝુદ્દીન પર લાગ્યો મહિલા સાથે છેડછાડનો આરોપ

એક્ટક નવાઝુદ્દીન પર લાગ્યો મહિલા સાથે છેડછાડનો આરોપ

જાણીતા બોલીવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પર એક મહિલાએ તેની સાથે છેડછાડ કરવાનો અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. નવાઝુદ્દીનના અપાર્ટમેન્ટમાં પાર્કિંગની સમસ્યાને લઇને થયેલા ઝગડા મામલે 18 વર્ષીય એક મહિલા જે આ અપાર્ટમેન્ટના સેક્રેટરીની દિકરી છે તેણે આ પોલિસ ફરિયાદ નોંધાવી છે. યુવતી નવાજ દ્વારા ગાલી ગલોચ, છેડછાડ અને હાથપાઇનો આરોપ લગાવ્યો છે.

ઇરાનથી હટ્યો પ્રતિબંધ ભારતને થયો ફાયદો

ઇરાનથી હટ્યો પ્રતિબંધ ભારતને થયો ફાયદો

કાચા તેલની કિંમતો ધટીને 26 ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ છે. જેનો સીધો ફાયદો આવનારા દિવસોમાં ભારતને થશે. પરમાણુ કરાર પર સંધિ બાદ ઇરાન પર લાગેલા તમામ પ્રતિબંધ હટાવવામાં આવ્યા છે. જે જોતા આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઓછા થશે.

ઉમરે કહ્યું મહેબૂબા કન્ફ્યૂઝ હોય તો રાજ્યમાં ફરી કરાવો ચૂંટણી

ઉમરે કહ્યું મહેબૂબા કન્ફ્યૂઝ હોય તો રાજ્યમાં ફરી કરાવો ચૂંટણી

જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદીના નિધન બાદ જ્યાં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું છે. ત્યાં જ પીડીપીએ સરકાર બનાવવાનો તમામ નિર્ણય મુફ્તીની પુત્રી મહેબૂબા પર મૂક્યો છે. તો બીજી તરફ ઓમર અબ્દુલાએ આ પર ટીખળ કરતા કહ્યું છે કે મેહબૂબા કન્ફ્યૂઝ હોય તો તે રાજ્યમાં ફરી ચૂંટણી કરાવી શકે છે.

કેજરીવાલ પર શાહી નાખનાર ભાવના અરોડા આજે કોર્ટ રજૂ થશે

કેજરીવાલ પર શાહી નાખનાર ભાવના અરોડા આજે કોર્ટ રજૂ થશે

રવિવારે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓડ ઇવન ફોર્મૂલાની સફળતાનો સમારંભ સંબોધી રહ્યા હતા ત્યારે ભાવના અરોડા નામની મહિલાએ તેમની પર શાહી છાંટી હતી. જે બાદ પોલિસે તે મહિલાને આઇપીસી ધારા 186, 353 અને 355 હેઠળ કેસ દાખલ કર્યો હતો. રવિવારે તો કોર્ટે ભાવનાને પસર્નલ બોન્ડ પર છોડી દીધી હતી પણ આજે તેને ફરી કોર્ટમાં હાજર રહેવું પડશે. ભાવના કહ્યું કે કેજરી સરકારે CNG કૌભાંડ કર્યું છે અને તેની પાસે આ વાતના પૂરતા સબૂત પણ છે જે માટે તેણે આ રીતે કેજરીવાલ પર સાહી ફેંકી હતી.

ત્રણ બહેનોનું ઉત્તર પ્રદેશમાં થયું બંદૂકની નળીએ અપહરણ

ત્રણ બહેનોનું ઉત્તર પ્રદેશમાં થયું બંદૂકની નળીએ અપહરણ

ઉત્તર પ્રદેશના લખમીપુરમાં એક વેપારીની ત્રણ દિકરીઓને બંદૂકની નળીએ ઘરેથી ઉપાડી જઇને અપહરણ કરાયા બાદ અપહરણકર્તાઓએ 50 લાખ રૂપિયા ખંડણી માંગી છે.

પઠાણકોટ હુમલો- એસપી સલવિંદરનો આજે થશે લાઇવ ડિટેક્ટર ટેસ્ટ

પઠાણકોટ હુમલો- એસપી સલવિંદરનો આજે થશે લાઇવ ડિટેક્ટર ટેસ્ટ

પઠાણકોટ આતંકી હુમલા મામલે ગુરદાસપુરના એસપી સલવિંદર સિંહનો આજે લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે. તેમના કૂક અને દરગાહના બાબાની સાથે સામે સામે થયેલી પૂછપરછ બાદ એનઆઇએ એ આ નિર્ણય લીધો છે. તેમને શંકા છે કે સલવિંદર કંઇક છુપાવી રહ્યો છે.

મુંબઇમાં કૂતરા ભારે કરી, 20 મિનિટ સુધી રોકી રાખ્યું વિમાનને

મુંબઇમાં કૂતરા ભારે કરી, 20 મિનિટ સુધી રોકી રાખ્યું વિમાનને

મુંબઇના છત્રપતિ શિવાજી આંતરાષ્ટ્રિય હવાઇ અડ્ડાના રનવે પર રવિવારે અચાનક એક કૂતરું ચઠી આવતા 20 મિનિટ સુધી વિમાન સેવાને બંધ કરવામાં આવી. અને છેવટે કૂતરા પકડાતા જ વિમાન સેવાઓ ફરીથી ચાલુ કરવામાં આવી.

English summary
January 18: Read today's top news in pics. Latest news about indian politics. Latest News About Arvind kejriwal, narendra modi, rahul gandhi, sonia gandhi, hardik patel, etc..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X