For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિકે જેલમાંથી ફરી લખ્યો પત્ર, આ વખતે આગેવાનો ટાર્ગેટ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાર્દિકે જેલમાંથી ફરી લખ્યો પત્ર, આ વખતે આગેવાનો ટાર્ગેટ

હાર્દિકે જેલમાંથી ફરી લખ્યો પત્ર, આ વખતે આગેવાનો ટાર્ગેટ

પાસના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી ફરી એક પત્ર લખ્યો છે. છેલ્લા પત્રમાં હાર્દિકે મુખ્યમંત્રી આનંદીબેનને ટાર્ગેટ બનાવ્યા હતા અને આ પત્રમાં ઉમિયા માતાજી સંસ્થાન, ખોડલ ધામ સંસ્થાન, સરદાર ધામ અને સમસ્ત પાટીદાર સમાજ સંસ્થાના ધાર્મિક આગેવાનોને ટાર્ગેટ બનાવીને હાર્દિકે લખ્યું છે કે આ આગેવાનો ધર્મને વફાદાર ન રહીને સ્વાર્થી, અભિમાની અને અપવિત્ર થઇ ગયા છે. અને ધર્મનો ઉપયોગ કરી પોતાના સ્વાર્થ સાંધે છે. જે ના થવું જોઇએ.

ખેડાના ખેતરમાંથી પકડાયો વિકરાય મગર, લોકોમાં ફફડાટ

ખેડાના ખેતરમાંથી પકડાયો વિકરાય મગર, લોકોમાં ફફડાટ

ખેડાના વારસંગ ગામના ખેતરમાં અચાનક જ એક મસમોટો મગર આવી ચઢતા ખેતરમાં કામ કરતા લોકોને દિવસે તારા દેખાઇ ગયા હતા. દોરડાથી ગેરો કરીને શ્રમજીવોઓએ આ મગરને અટકાવી રાખ્યો હતો. જે બાદ ફોરેસ્ટ વિભાગે આ પાંચ ફૂટ લાંબા મગરને પકડ્યો હતો. બાજુમાં વહેતી વાત્રક નદીથી ભૂલથી આ મગર ખેતરમાં આવી ગયો હશે તેવું ફોરેસ્ટ અધિકારીઓ જણાવ્યું હતું.

ક્યા કૂલ હૈ હમ 3ની ટીમ આવી અમદાવાદ

ક્યા કૂલ હૈ હમ 3ની ટીમ આવી અમદાવાદ

ક્યા કૂલ હૈ હમ 3 ફિલ્મના પ્રમોશન માટે તુષાક કપૂર, આફતાબ શિવદાસની અને ક્લાઉડિયા ક્લેશલા અમદાવાદના મહેમાન બન્યા હતા. સાથે જ તેમણે ગુજરાતી ભોજન અને ગુજરાતની મહેમાનગતિ પણ માણી.

હૈદારાબાદમાં વિદ્યાર્થી આત્મહત્યાના કેસમાં રંગાયું રાજકારણ

હૈદારાબાદમાં વિદ્યાર્થી આત્મહત્યાના કેસમાં રંગાયું રાજકારણ

હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત છાત્ર રોહિત વેમૂલાની આત્મહત્યા બાદ જ્યાં રાહુલ ગાંધી તેમને મળીને આવ્યા તે બાદ આજે YSR ક્રોંગ્રેસ ચીફ જગન મોહન રેડ્ડી હૈદરાબાદ યુનિવર્સિટીની મુલાકાત લેશે. અને ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવશે. નોંધનીય છે કે મંગળવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ હૈદરાબાદ જઇને વિદ્યાર્થીઓને મળ્યા હતા.

અંતરીક્ષ ક્ષેત્રમાં ભારતની વધુ એક હરણફાળ, IRNSS-1Eનું સફળ પરીક્ષણ

અંતરીક્ષ ક્ષેત્રમાં ભારતની વધુ એક હરણફાળ, IRNSS-1Eનું સફળ પરીક્ષણ

નવા વર્ષે અંતરીક્ષ ક્ષેત્રે ભારતે વધુ એક સિદ્ધિ મેળવી છે. IRNSS શ્રેણીનું પાંચમુ સેટેલાઇટ IRNSS-1E સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપગ્રહના કારણે ભારતને અનેક જાણકારીઓ પ્રાપ્ત થશે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ આ માટે વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.

પુલવામાં સેના અને આતંકીઓ વચ્ચે હિંસક અથડામણ, બેના મોત

પુલવામાં સેના અને આતંકીઓ વચ્ચે હિંસક અથડામણ, બેના મોત

જમ્મુ કાશ્મીરના પુલવામા હિજબુલ મુજ્જાહિદ્દીનના ત્રણ આતંકીઓ અને સેના વચ્ચે હાલ સામસામી જવાબી કાર્યવાહી ચાલી રહી છે. સેનાએ તેમાંથી બે આંતકીઓને મોતને ધાટ ઉતાર્યા છે. ઓપરેશન હજી ચાલુ છે.

English summary
January 20: Read today's top news in pics. Latest news about indian politics. Latest News About Arvind kejriwal, narendra modi, rahul gandhi, sonia gandhi, hardik patel, etc.. in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X