ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સુરતની સ્કૂલનો પ્રવાસ બન્યો વિદ્યાર્થીઓનો મોતનો પ્રવાસ

સુરતની સ્કૂલનો પ્રવાસ બન્યો વિદ્યાર્થીઓનો મોતનો પ્રવાસ

સૂરતની તાલાવાડી પ્રાથમિક શાળાની એક સ્કૂલ બસનું ટાયર કેશોદ પાસે ફાટતા ત્રણ વિદ્યાર્થીઓ સમેત 5ની મોત થઇ છે. આ બસ વિદ્યાર્થીઓને લઇને સોમનાથના પ્રવાસે જઇ રહી હતી. અને 35 જેટલા બાળકોને ગંભીર ઇજા થઇ છે. મૃતકોના પરિવારને સુરતના મેયરે 50-50 હજારની સહાય જાહેર કરી છે.

જાણીતા નૃત્યાંગના મૃણાલિની વિક્રમ સારાભાઇનું નિધન

જાણીતા નૃત્યાંગના મૃણાલિની વિક્રમ સારાભાઇનું નિધન

પદ્મભૂષણ સન્માનિત મૃણાલિની વિક્રમ સારાભાઇનું 97 વર્ષની ઉંમરે નિધન થયું છે. અમ્મા નામે જાણીતા આ નૃત્યાંગનાએ ભરતનાટ્યમ અને કથ્થકલીના જાણકાર હતા. તથા દર્પણ એકેડમીના ફાઉન્ડર હતા.

બેંગલુરુની ફ્રાંસીસી દૂતાવાસને મળ્યો ધમકી ભરેલો પત્ર

બેંગલુરુની ફ્રાંસીસી દૂતાવાસને મળ્યો ધમકી ભરેલો પત્ર

ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ જ્યારે 26મી જાન્યુઆરીએ ભારત આવવાના છે ત્યારે બેંગલુરુ સ્થિત ફ્રાંસીસી વાણિજ્ય દૂતાવાસમાં ફ્રાંસવાને ભારત ના આવવાની ધમકીભરી ચેતવણી આપવામાં આવી છે. જે બાદ પોલિસે તપાસ શરૂ કરી. પોલિસના કહેવા મુજબ આ પત્ર ચેન્નઇથી પોસ્ટ થયો છે.

પંજાબમાં પાક. ધુસણખોરાએ કરી ધુસપેઠ, સેના કરી કાર્યવાહી

પંજાબમાં પાક. ધુસણખોરાએ કરી ધુસપેઠ, સેના કરી કાર્યવાહી

બીએસએફએ પંજાબના પઠાણકોટ પાસે ભારતીય બોર્ડરમાં ધૂસી રહેલા પાકિસ્તાની ધૂસપેટીઓના પ્રયાસને નાકામ કર્યો છે. ગુરુવારે ત્રણ સંદિગ્દ લોકો ધૂસણખોરી કરતા જોવા મળતા સેનાએ ફાયરિંગ કર્યું હતું. જેમાં એકની મોત થઇ છે અને બે ધૂસણખોરો પાછા પાક સીમા તરફ ભાગી નીકળ્યા.

હેમા ઉપાદ્યાય મર્ડર કેસમાં આરોપી પર 1 લાખનું ઇનામ

હેમા ઉપાદ્યાય મર્ડર કેસમાં આરોપી પર 1 લાખનું ઇનામ

મુંબઇના બહુચર્ચિત હેમા ઉપાધ્યાય હત્યાકાંડના આરોપી વિદ્યાધર રાજભરની સૂચના આપનારને હેમાના પરિવાર તરફથી 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેવી જાહેરાત તેના પરિવારે કરી હતી.

પઠાણકોટમાં NIA કરી છ જગ્યાએ રેડ

પઠાણકોટમાં NIA કરી છ જગ્યાએ રેડ

NIAએ પંજાબમાં આજે 6 અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી. જેમાંથી અમૃતસરના બે સ્થળ જેમાં સલવિન્દરસિંહના ઘરનો પણ સમાવેશ થાય છે ત્યાં પણ રેડ પાડવામાં આવી હતી. તથા ગુરદાસપૂરના પૂર્વ એસપી સલવિન્દરસિંહ સાથે જોડાયેલા બે શખ્શોનો પણ સમાવેશ થાય છે.

શિવસેના બચ્ચા ખાન યુનિવર્સિટી કાંડ માટે પાક.ને જવાબદાર ગણાવી

શિવસેના બચ્ચા ખાન યુનિવર્સિટી કાંડ માટે પાક.ને જવાબદાર ગણાવી

શિવસેનાએ પાકિસ્તાનમાં બચ્ચા ખાન યુનિવર્સિટીમાં થયેલા હત્યાકાંડ પર તેના મુખ્યપત્ર સામનામાં બોલતા કહ્યું કે પાકિસ્તાન જે સાપેને ભારત વિરુદ્ધ પ્રહાર કરવા માટે પાળી રહ્યું છે તે સાપ હવે તેને જ ડસી રહ્યા છે. તેણે કહ્યું કે પાકિસ્તાન જ આ નરસંહાર માટે જવાબદાર છે. વધુમાં તેમણે આ દુખદ ધટનાની આલોચના પણ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X