• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભૂમિએ આવેશમાં આવીને કરી આત્મહત્યા- કૃણાલ

ભૂમિએ આવેશમાં આવીને કરી આત્મહત્યા- કૃણાલ

આજે જાણીતા આરજે કૃણાલને સરેન્ડર કરતા પોલિસે તેનું પાંચ પેજનું આવેદન લીધુ છે. જેમાં કૃણાલે ભૂમિએ આવેશમાં આવીને આત્મહત્યાનું પગલું ભર્યું છે તેવું જણાવ્યું છે. વધુમાં કૃણાલે કહ્યું કે ભૂમિના પરિવારે તમામ ખોટા આરોપ ખોટા છે. ત્યારે આ કેસ હવે ભૂમિ, મિતેશ અને કૃણાલના મોબાઇલ માહિતી પર નિર્ભર થયો છે. જેને પોલિસે FSLમાં મોકલ્યા છે.

પટનામાં યુવકે મુખ્યમંત્રી નીતિશ પર ફેંક્યું ચંપલ

પટનામાં યુવકે મુખ્યમંત્રી નીતિશ પર ફેંક્યું ચંપલ

પટનાના બખ્તિયારપુર જિલ્લાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પર એક યુવકે ચંપલ ફેંક્યું. આ યુવક મહિલાઓના આરક્ષણ મામલે મુખ્યમંત્રીના નિર્ણયનો વિરોધ કરી રહ્યો હતો. જો કે તે બાદ તેની અટક કરવામાં આવી.

સ્માર્ટ સિટીના નામોની જાહેરાત થઇ, અમદાવાદ-સુરતને મળશે લાભ

સ્માર્ટ સિટીના નામોની જાહેરાત થઇ, અમદાવાદ-સુરતને મળશે લાભ

કેન્દ્રીય પ્રધાન વૈકંયા નાડુઓએ આજે દેશના પ્રથમ 20 સ્માર્ટ સિટીના નામોની જાહેરાત કરી હતી. જેમાં અમદાવાદ, સુરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી બનાવવા માટે 6 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. સુરત અને અમદાવાદને 3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. અને તેના વિકાસ કરવામાં આવશે.

રાજકોટનો આ ભિખારી ખરેખરમાં હતો ISIનો જાસૂસ!

રાજકોટનો આ ભિખારી ખરેખરમાં હતો ISIનો જાસૂસ!

હરિયાણાના અબાલા આર્મી કેમ્પ પાસેથી એક આઇએસઆઇના એજન્ટને પકડવામાં આવ્યો છે. વધુ તપાસ કરતા ખબર પડી કે આ યુવક પાછલા 10 વર્ષોથી રાજકોટમાં ભિખારીના વેશમાં ભીખ માંગતો હતો. આ એજન્ટ મૂકબધિર છે. અસલમ નામના આ યુવાન પાસેથી વિવિધ નક્શા, અને શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી છે. જે બાદ ગુજરાત પોલિસ આ અંગે વધુ તપાસ આદરી છે.

વડોદરાના એક મકાન પર લખાયું આઇ લવ ISIS

વડોદરાના એક મકાન પર લખાયું આઇ લવ ISIS

વડોદરાના એક સરકારી અધિકારીની છત પર કોઇ કાળા રંગથી આઇ લવ આઇએસઆઇએસ અને ઇન્ડિયા ઇઝ નેક્ટ લખી જતા પોલિસ અને તંત્ર સાબદુ થયું હતું. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવકવેરા વિભાગના અધિકારીની છત પર આવું લખવામાં આવ્યું છે. જે બાદ આ કોઇ પ્રકારની ટીખળ છે કે પછી કંઇ બીજું તે જાણવા માટે પોલિસે આસપાસના સ્થાનિકો સાથે પૂછપરછ શરૂ કરી છે.

સાંતરવાડામાં બોરમાં પડેલી મહિલાનો કરાયો આબાદ બચાવ

સાંતરવાડામાં બોરમાં પડેલી મહિલાનો કરાયો આબાદ બચાવ

પાલનપુર પાસેના સાંતરવાડા ગામમાં એક મહિલાને 500 ફૂટ ઊંડા ટ્યૂબવેલના ખાડામાંથી 3 કલાકની ભારે જહેમત બાદ આબાદ રીતે બચાવવામાં આવી છે. આ મહિલા આ 500 ફૂટ ઊંડા ટ્યૂબવેલમાં 15 ફૂટે ફસાઇ ગઇ હતી. તે બાદ સજુબેન નામની આ મહિલાની બૂમો તેની દિકરી સાંભળતા પરિવારજનો અને તંત્રને બોલાવવામાં આવ્યા હતા. જો કે મહિલા હેમખેમ બહાર આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરતની આશ્રમશાળાના 50 બાળકો સિવિલમાં દાખલ

સુરતની આશ્રમશાળાના 50 બાળકો સિવિલમાં દાખલ

સુરતની એક આશ્રમશાળાના 50 બાળકોને ગુરુવારે સવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. આટલી મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરતા આરોગ્યતંત્ર પર તપાસ અર્થે પહોંચ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ શરદી-ખાસીનો ચેપી રોગ ઉટાંટિયું થયું હોય તેવું લાગતા બાળકોને હાલ ખાસ સારવાર આપવામાં આવી રહી છે.

મોદીએ કહ્યું તિરંગો અને 125 કરોડ લોકોના સપના છે અમારી પૂંજી

મોદીએ કહ્યું તિરંગો અને 125 કરોડ લોકોના સપના છે અમારી પૂંજી

દિલ્હીમાં એનસીસી કેડેટ્સને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી પૂંજી તિરંગો અને દેશના 125 કરોડ લોકોના સપના છે. વધુમાં તેમણે કહ્યું કે દેશ માટે મરવાનું નસીબ દરેકનું નથી હોતું પણ દરેકના જીવનમાં તેવી ખાસ પળ આવે છે જેનો ઉપયોગ તે દેશના સારા માટે પણ કરી શકે છે.

અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં કરાઇ અરજી

અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં કરાઇ અરજી

અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનની વિરુદ્ધ નવાબ ટુકીએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાને લઇને રાજ્યપાલની દલીલ હતી કે રાજભવનની બહાર ખુલ્લેઆમ ગૌહત્યા થઇ રહી છે. તેમણે કહ્યું કે રાજ્યની હાલતને કાબુમાં લેવા માટે આવું કરવું જરૂરી હતું.

ફલાઇટમાં હંગામો કર્યો તો હથકડીથી બાંધી દઇશું!

ફલાઇટમાં હંગામો કર્યો તો હથકડીથી બાંધી દઇશું!

ડોમેસ્ટિક ઉડાન વખતે હંગામો કરતા યાત્રીઓ સચેત રહે. બની શકે તે તેમને વિવાદ કરવા માટે હથકડી બાંધી દેવામાં આવે. જેથી કરીને સુરક્ષિત રીતે વિમાનને લેન્ડ કરાવી શકાય. ચાલક દળને પ્લાસ્ટિકની હથકડીઓ આપવામાં આવી છે જેને યાત્રીને કાબુ કરવા માટે તેની સીટ સાથે બાંધવામાં આવશે. વધુમાં જેટ એરવેઝના અધિકારીએ પણ આ વાતની પુષ્ટી કરી છે. જો કે વિમાન કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે જરૂર પડે તો જ આવું કરવું.

ઝારખંડમાં નક્સલિયોએ કર્યો લેન્ડ માઇન બ્લાસ્ટ, 7 જવાન થયા શહીદ

ઝારખંડમાં નક્સલિયોએ કર્યો લેન્ડ માઇન બ્લાસ્ટ, 7 જવાન થયા શહીદ

બુધવારે સાંજે પલામૂ જિલ્લામાં નક્સલિઓએ લેન્ડ માઇન બીછાવીનેને લોંગ રેન્જ પેટ્રોલિંગથી પરત ફરી રહેલા પોલિસ વહાનને ઉડાવી મુક્યો છે. જેમાં જવાન શહિદ થયા છે અને અન્ય 6ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શનિ મંદિર વિવાદમાં શ્રી શ્રી રવિશંકર આવ્યા મહિલાઓના સમર્થનમાં

શનિ મંદિર વિવાદમાં શ્રી શ્રી રવિશંકર આવ્યા મહિલાઓના સમર્થનમાં

શનિ મંદિરમાં મહિલાઓને તેલ ચઢાવવા દેવાના સમર્થનમાં આવ્યા શ્રી શ્રી રવિશંકર અને શંકરાચાર્ય. શ્રી શ્રી કહ્યું કે સમય મુજબ પરંપરાને બદલવી જોઇએ. તો શારદા પીઠના પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપનંદ સરસ્વતી પણ કહ્યું કે શનિ એક ગ્રહ છે અને તે કોઇ ભગવાન નથી. તેની પૂજા તેના પ્રભાવને હટાવવા માટે થાય છે.

લાલા લાજપત રાયના જન્મદિવસે પીએમએ પાઠવી શુભેચ્છા

લાલા લાજપત રાયના જન્મદિવસે પીએમએ પાઠવી શુભેચ્છા

પંજાબ કેસરીના નામે જાણીતા લાલા લાજપત રાયની 150મી જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને તેમના કેટલાક પત્રો પણ ટ્વિટર પર મૂક્યા હતા.

English summary
January 28: Read today's top news in pics. Latest news about indian politics. Latest News About Arvind kejriwal, narendra modi, rahul gandhi, sonia gandhi, hardik patel, etc.. in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more