જયલલિતા નાજુક: અમ્માના ટેકેદારનું આઘાતને કારણે મૃત્યુ
તમિલનાડુના લોકપ્રિય મુખ્યમંત્રી જયલલિતાની નાજુક તબિયતના સમાચાર સાંભળીને ગઇ કાલે રાત્રે તેમના એક ટેકેદારનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યુ હતુ...
તમિલનાડુના કુડાલ્લોરના ગાંધીનગર જિલ્લાના એઆઇએડીએમકે કેડર નીલગંડનનું ટેલીવિઝન પર જયલલિતાના તબિયતના સમાચાર જોઇને મોત નીપજ્યુ હતુ. નીલગંડનને ટીવી પર જયલલિતાના તબિયતના સમાચાર જોઇને છાતીમાં દુખાવો શરુ થઇ ગયો હતો. પરિવારજનોએ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે 6 ઓક્ટોબરના દિવસે પણ જયલલિતાની તબિયતના સમાચાર સાંભળીને 47 વર્ષીય એઆઇએડીએમકે કાર્યકર્તાનું હાર્ટ એટેકના કારણે મોત થયુ હતુ. આ દરમિયાન મુખ્યમંત્રી જયલલિતાની નાજુક તબિયતને કારણે રાજ્ય સરકારે કોઇ પણ ઇમરજંસીની સ્થિતિને પહોંચી વળવા માટે પેરા મીલિટરી ફોર્સ તૈનાત કરી દીધી છે. રાજ્યભરમાં સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
