શ્રીલંકા વિરુદ્ધ કડક પગલા ભરે ભારતઃ જયલલિતા

j-jayalalithaa
ચેન્નાઇ, 20 ફેબ્રુઆરીઃ એલટીટીઇના દિવંગત પ્રમુખ વી. પ્રભાકરણના 12 વર્ષિય પુત્ર બાલચંદ્રનની કથિત નૃશંસ હત્યાના અમાનવીય કૃત્ય પર શ્રીલંકન સરકારને આડા હાથે લેતા તામિળનાડુના મુખ્યમંત્રી જયલલિતા આજે કહ્યું કે ભારતે કોલંબો વિરુદ્ધ કડક પગલા ભરવા જોઇએ અને માર્ચ મહિનામાં જિનેવામાં થનારી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(યુએનએચઆરસી)ની બેઠકમાં કથિત માનવઅધિકાર હનન પર ખાસ કરીને શ્રીલંકા વિરુદ્ધ લાવવામાં આવી રહેલા પ્રસ્તાવનું તેણે સમર્થન કરવું જોઇએ.

સંવાદદાતાઓ સાથે વાતચીતમાં જયલલિતાએ તેને આ ક્રુરતાને અમાનવીય કૃત્ય ગણાવતા કહ્યું છે કે, તે તો એક બાળક હતુ, જેને કોઇ ગુન્હો કર્યો નહતો. તેને સુનિયોજિત રીતે મારવામાં આવ્યો કારણ કે તે પ્રભાકરણનો પુત્ર હતો. આ એવી ઘણી હત્યાઓનું પ્રમાણ છે અને તેનાથી શ્રીલંકાની હાલની સરકારની માનસિકતા જાણવા મળે છે.

અન્નાદ્રમુક પ્રમુખે કહ્યું કે આવી હત્યાઓ હિટ્લરના શાસનકાળવાળા નાઝી યુગના જર્મનીની યાદ અપાવે છે, જ્યાં યહુદિયોએ માત્ર તેમની નસ્લ માટે મારી નાખવામાં આવતા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે,બાલચંદ્રનની હત્યા ગંભીર યુદ્ધ અપરાધ છે, જેને માફ કરી શકાય નહીં. કથિત માનવાધિકાર હનનને લઇને કોલંબો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરતા જયાએ કહ્યું કે ભારતે અમેરિકા અને અન્ય દેશો સાથે આ મુદ્દે વાત કરવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X